- સુરતમાં વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ
- શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
- વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરતઃ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ મેઘરાજાની પધરામણી થઇ છે. અઠવાલાઇન્સ, સીટી લાઈટ અને ડુમસ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારથી રાહત મળી છે. જનજીવન પ્રભાવીત થયું છે. મુખ્ય માર્ગો પર લોકો રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતાં. તો કેટલાક પ્રથમ વરસાદમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા હતાં. ધોધમાર સ્વરૂપે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.
આ પણ વાંચોઃ Monsoon Update : સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન
ધંધે જતા લોકો અટવાયા
સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ માહોલ સર્જાયો છે અન્ય વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર વરસ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે બીજી તરફ વહેલી સવારે વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન