ETV Bharat / state

સુરતમાં પર્યાવરણને અનુલક્ષીને ઈકોફ્રેન્ડલી મૂર્તિ કરાઈ તૈયાર - Ganapati

તાપીઃ સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો પર્વ હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે. ગણેશોત્સવને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે, સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુરતીઓ આ વર્ષે ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરશે. શું હશે આ વખતે ખાસ, વાંચો આ અહેવાલમાં...

ganapati
author img

By

Published : Aug 22, 2019, 10:34 AM IST

મનુષ્ય જીવનમાંથી વિઘ્ન હરનાર એવા વિઘ્નહર્તા ગણેશજીને જ વિસર્જન વખતે ઘણાં વિઘ્નો નઢતા હોય છે. જેનું કારણ છે પી.ઓ.પી દ્વારા બનાવવામાં આવતી પ્રતિમાઓ. આ પ્રતિમાઓને કારણે નદીઓમાં ઘણું પ્રદૂષણ ફેલાતું હોય છે. ત્યારે સુરતીઓ દ્વારા પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણને ડામવા તાપી નદીની દુદર્શા રોકવા માટે માટીના શ્રીજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સુરતના માંગરોલ તાલુકાના પીપોદરા ગામે આવેલી એક ગૌશાળાના સંચાલકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગૌમય કાસ્ટ અને ગૌમૂત્રમાંથી દુખહર્તાની આકર્ષક પ્રતિમાઓ બનાવાઈ છે.

સુરતમાં પર્યાવરણને અનુલક્ષી ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ કરાઈ તૈયાર

હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારોનું અલગ મહત્વ હોય છે. એક સામ્યતાએ છે કે દરેક તહેવારની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલા એલ.બી.ગૌક્રાંતિ સંસ્થા દ્વારા ગાયના છાણ થકી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી અને ગૌમૂત્રમાંથી 10 ઈંચની 1001 પ્રતિમાંઓ તૈયાર કરવામાં આવી છે. જેને ખરીદવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યાં છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે તેના વિસર્જન બાદ પાણીનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે.

Intro: સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજી નો ત્યોહાર હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈ છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે તો જાણીએ આપણા આ ખાસ અહેવાલ માં........
મનુષ્ય જીવનમાંથી વિઘ્ન હરનાર એવા વિઘ્નહર્તા ગણેશજીને જ વિસર્જન વખતે ઘણા વિઘ્નો નડતા હોઈ છે જેનું કારણ છે પી.ઓ.પી દ્વારા બનાવવામાં આવતી પ્રતિમા જેના કારણે નદીમાં ઘણું પ્રદુષણ ફેલાતું હોઈ છે.એક તરફ સુરતીઓ દ્વારા પર્યાવરણ માં ફેલાતા પ્રદુષણને ડામવા અને તાપી નદીની દુર્દશા પર લગામ કસવા માટીના શ્રીજીની સ્થાપના તરફ વળ્યા છે તો બીજી તરફ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના પીપોદરા ગામે આવેલી એક ગૌશાળાના સંચાલકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગૌમય કાસ્ટ અને ગૌ મૂત્રમાંથી આકર્ષક શ્રીજીની પ્રતિમા બનાવાઈ છે . સંચાલકને ક્યાંથી મળી પ્રેરણા સાંભળીએ......

Body:હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ત્યોહારોનું એક અલગ મહત્વ હોઈ છે અને ત્યોહારોની શરૂઆત વિઘ્નહર્તા ગણેશોત્સવથી કરવામાં આવે છે . સુરતીઓમાં ગણેશોત્સવની ઉજવણીનો ઉત્સાહ કઈક અલગ જ જોવા મળે છે ત્યારે ગણેશોત્સવ ની ઉજવણી પણ ધામધૂમથી થાય અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથી માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલા એલ.બી.ગૌક્રાંતિ સંસ્થાન કે જે સંસ્થા દ્વારા સંખ્યાબંધ ગૌવંશનું જતન કરવામાં આવે છે આ ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી એટલે કે ગાયના છાણ અને ગૌ મુત્રમાંથી 10 ઇંચની 1001 જેટલી શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. જેને ખરીદનારો દૂર દૂર થી અહીં ખરીદવા માટે આવતા હોય છે અને મૂર્તિકરો દ્વારા ગાયના પવિત્ર છાણ અને ગૌ મૂત્રથી બનવવામાં આવતી શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. ગણેશોત્સવના ત્યોહાર એટલે લોકો દ્વારા ઉત્સાહ અને ઉમંગ થી શ્રીજી સ્થાપના કરી દસ દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને તેમાં પણ પવિત્ર ગાયના છાણ અને ગૌમૂત્રથી બનાવવામાં આવેલી પ્રીતિમાની પૂજા અર્ચનાથી વાતાવરણ હજુ પવિત્ર બની જતું હોય છે. તેમજ આ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી એ પાણી ઝાડના મૂળમાં નાખવામાં આવે તો એ ખાતરનું કામ કરશે ....

Conclusion:ભાદરવા સુદ ચોથને દિવસે સમગ્ર દેશમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવશે અને ધામધૂમથી ઉત્સાહ પૂર્વક દસ દિવસ બાદ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે આવનાર સમયમાં સમગ્ર ભારતમાં આવેલી ગૌશાળા ઓ દ્વારા આવી પદ્ધતિથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે તો ગાયના બચાવને વેગ મળશે અને પર્યાવરણને નુકશાન થતું પણ અટકશે .....

બાઈટ 1 ...... મનીષભાઈ..... મૂર્તિકાર

બાઈટ 2 ..... વિશાલભાઈ .... મૂર્તિકાર

બાઈટ 3..... મનીષભાઈ ..... મૂર્તિકાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.