ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમ અને તેના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડે છે. જેને લઇને હથનુર ડેમમાંથી છોડવામાં આવતા તે પાણી ઉકાઈ ડેમમાં જાય છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 345.02 ફુટ નોંધાઈ છે. જ્યારે ઈનફ્લો 1.50 લાખ ક્યુસેક અને આઉટફ્લો 1.35 લાખ ક્યુસેક છે.
ડેમમાંથી પાણી છોડવાથી બારડોલી હરિુપરા કોઝવે 17મી વાર પાણીમાં ગરક થયો છે. જેથી 10 જેટલા ગામોને તેની અસર પહોંચી છે. જ્યારે સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે.
2006માં આવેલાં પૂરને ધ્યાનમાં રાખી આ વખતે ડેમમાંથી સતત પાણી છોડાતું જ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમના 14 દરવાજા ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો કોઝવે ભયજનક સપાટીની ઉપરથી વહી રહ્યો છે.