સુરત: જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજે કૃષિ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના(Department of Agriculture and Petrochemicals)રાજયપ્રધાન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જીપીસીબી તથા અન્ય અધિકારીઓ સાથે ઈન્ડસ્ટ્રીઝના ગંદા પાણીના નિકાલ અંગે ઓલપાડ તાલુકાના શીવાલ, કારેલી, ઉમરા, વેલંજા વગેરે ગામોમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ તેમજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલકુાના ખરજમાં આવેલી કંપની સાથે જોડાયેલા બીલાવ, ઉમરાછી, વડોલી, કોબા, કદરામા વગેરે ગામો ખાતે ઇન્ડસ્ટ્રીઝના ગંદા પાણીના નિકાલ અંગે મિટિંગ કરવામાં આવી હતી. એમાં સુરત અને ભરૂચ જિલ્લાના કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સીટીપી પ્લાન દેલાદ ખાતે મંજૂર કરવામાં આવ્યો
આજે જે ઓલપાડની અંદર સાયણ, દેલાદ, વેલંજા જે કીમ તરફની ઈન્ડસ્ટ્રીઓ હતી. એ ઈન્ડસ્ટ્રીઝના અંદરથી જે ગંદુ પાણી (Wastewater disposal of industries )બહાર આવતું હતું. જે લોકોની વારંવાર ફરિયાદ હતી. તેને લઈને સુરત અને ભરૂચ કલેકટર સાથે મળી એક સંયુક્ત મીટીંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં જીપીસીબીના અધિકારીઓ, ગામનાં સરપંચો એ સાથે ચેમ્બરના પ્રમુખોને પણ બોલાવ્યા હતા. જે ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કઈ રીતે અટકાવી શકાય. તેની માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડેરી ઉદ્યોગમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અમુલે કર્યા કારગર પ્રયત્ન
ઈન્ડસ્ટ્રી શરૂ કરવા સરકાર લોકોની સાથે
અત્યારે કેન્દ્ર સરકારની માંથી સીટીપી પ્લાન દેલાદમાં મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન ચાલુ થાય એની માટેની પણ વાત કરી છે. કાયમ માટેનું નિરાકરણ થાય એ સાથે અમારો અભિગમ એ છે કે કોઈપણ લોકો પ્રદૂષણ કર્યા વિના ઈન્ડસ્ટ્રીયલ રેગ્યુલર ચાલુ રહે અને લોકોને રોજીરોટી મળે એના માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં જણાવ્યુ કે જે લોકોને ઈન્ડસ્ટ્રી નાખવાની જરૂર હોય ત્યાં સરકાર એ લોકોની સાથે છે. પરંતુ લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એને પણ ધ્યાનમાં રાખીને ઈન્ડસ્ટ્રીને અપીલ કરવામાં આવી હતી. આ મિટિંગમાં આવનારા દિવસોની અંદર પાણી છોડવાનો જે મુશ્કેલીયો છે તેનું નિરાકરણ લાવવાની એસોસિઅન એ ખાતરી આપી છે.
આ પણ વાંચોઃ Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી