- સુરતમાં રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત
- વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી
- કોમ્બિંગ સહિતની કામગીરી અહીંથી કરવામાં આવે
સુરત : શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્રમણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્રમણ કાબૂમાં લેવા મનપા દ્વારા એક નવી રીત અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશ્નરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી
મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, આ વોર રૂમ થકી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત અહીંથી ધનવંતરી રથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાં ટેસ્ટીંગ સઘન કરવામાં આવે છે. આ ઉપરાંત કોમ્બિંગ સહિતની કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે.