ETV Bharat / state

મુસ્લિમ સમૂહલગ્નમાં સ્વયંસેવકોએ NO CAA-NO NRCનું ટી-શર્ટ પહેરી કર્યો વિરોધ - CAA, NRC અને NPRની ટી -શર્ટ પહેરી નોંધાવ્યો વિરોધ

કેન્દ્ર સરકારના CAA અને NPRના કાયદા મુદ્દે દેશભરના અલગ અલગ રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યાં સુરતના લીંબાયત વિસ્તારમાં યોજાયેલ મુસ્લિમ સમાજના સમૂહ લગ્નની કામગીરીમાં જોડાયેલ સ્વયંસેવકોએ " NO CAA, NO NRC અને NO NPRના ટી- શર્ટ પહેરી સરકારના આ કાયદાને કાળો કાયદો ગણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

aa
મુસ્લિમ સમૂહ લગ્નની કામગીરીમાં જોડાયેલ સ્વયંસેવકોએ " CAA, NRC અને NPRની ટી -શર્ટ પહેરી નોંધાવ્યો વિરોધ
author img

By

Published : Feb 16, 2020, 3:15 PM IST

સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ જ લાગુ કરવામાં આવેલ CAA ના કાયદાને લઈ દિલ્લી સહિત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્લીના જામ્યામાં હાલ પણ આ અંગે મુસ્લિમ સમાજ CAA અને NRC તેમજ NPR સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં પણ આ કાયદા સામે અનોખી અને ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ જોવા મળ્યો છે. સુરતના લીંબાયત સ્થિત મીઠીખાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના સમૂહ નિકાહ યોજાયા હતા.જેમાં બાવીસ જેટલા યુગલોના આ સમૂહ નિકાહ દરમ્યાન સ્વયંસેવક તરીકે જોડાયા હતાં. જેમાં 200 જેટલા લોકોએ કેન્દ્ર સરકારના કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્વયંસેવક તરીકે હાજર 200 જેટલા યુવાઓએ "NO CAA,NO NRC અને NO NPRના કાળા ટી-શર્ટ પહેરી કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ વ્યકત કર્યો હતો.

મુસ્લિમ સમૂહ લગ્નની કામગીરીમાં જોડાયેલ સ્વયંસેવકોએ " CAA, NRC અને NPRની ટી -શર્ટ પહેરી નોંધાવ્યો વિરોધ
સમૂહ નિકાહમાં શામેલ વરરાજા શોએબ શેખે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારના કાયદા સામે લોકો ભૂખ્યા તરસ્યા વિરોધ નોંધાવી રહ્યા છે. તેમ છતાં પણ કેન્દ્રની મોદી સરકાર આ મામલે કોઇ યોગ્ય નિરાકરણ કે સુધાર લાવવા તૈયાર નથી. સરકાર જાતિવાદ કરી રહી છે. કેન્દ્ર સરકારના આ કાયદાને અમે કોઈ પણ રીતે સમર્થન આપતા નથી..જો કે, સરકારના આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ.તેમ તેવોએ જણાવ્યું હતું.સુરતના લિંબાયત સ્થિત મીઠીખાડી ખાતે યોજાયેલા સમુહ કામમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગી કોર્પોરેટર અસલમ સાયકલ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. અસલમ સાયકલ વાળાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભારતને પોતાની માતૃભૂમિ બનાવી ચૂકેલા મુસ્લિમ સમાજના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સરકાર CAA ,NRCઅને NPRના કાયદા ઠકી મુસ્લિમોના હક્ક છીનવી રહી છે, પરંતું મુસ્લિમ સમાજના લોકો અંતિમ શ્વાસ સુધી સરકારના કાયદાને કાળો ગણાવી શાંતિપૂર્ણ અને ગાંધીચીધ્યા માર્ગે વિરોધ કરતો રહેશે. સરકારના કાયદાને લઈ મુસ્લિમ સમાજના યુવાઓમાં પણ રોષ છે. જે યુવાઓએ કાળી ટી - શર્ટ પહેરી સરકારના આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારના CAA અને ,NRC તેમજ NPRના કાયદા સામે સુરતમાં થોડા દિવસ અગાઉ ભારે વિરોધ જોવા મળ્યો હતો.જો કે, બાદમાં શાંતિપૂર્ણ રીતે આ કાયદાનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. દરમ્યાન યોજાયેલ સમૂહ નિકાહમાં ઓન કાયદાનો કંઈક અલગ જ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.