- યુનિવર્સિટી દ્વારા રિસર્ચ મેથોડોલોજીની પરીક્ષા 8 માર્ચ લેવાશે
- વેબસાઈટ પર કોમર્સ ફેકલ્ટી રિસર્ચ મેથોડોલોજી સિવાય બધી આન્સર કી મળશે
- વિદ્યાર્થીઓ બેઠક નંબર પ્રમાણે આન્સર કી જોઈ શકતા, પરંતુ સર્વર ડાઉન
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત 23 અને 24 સુધી વિવિધ શાખાઓની પીએચડીની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જોકે, દર વખતે એમ કરવામાં આવતું હતું કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવતું હતું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના બેઠક નંબર પ્રમાણે આન્સર કી જોઈ શકતા હતા પરંતુ તેમાં વેબસાઈટ ખૂલતા વાર લાગતી હતી. અમુક સમયે સર્વર પણ ડાઉન થઈ જતું હતું. તો આ વખતે તરત તમારો જે લોગીન આઈડી નાખીને તરત આન્સર કી જોઈ શકાશે. વિદ્યાર્થીઓ જે કોડમાં પરીક્ષાઓ આપી હશે તે તરત આવી જશે.
કોમર્સ ફેકલ્ટી રિસચર્ચ મેથેડોલોજી સિવાય બધી જ આન્સર કી ઓનલાઈન મૂકાઈ
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની આન્સર કી ઓનલાઈન મૂકવામાં આવી છે. જોકે, કોમર્સ ફેકલ્ટી રિસર્ચ મેથેડોલોજી સિવાય બધી જ આન્સર કી ઓનલાઈન મુકવામાં આવી છે. કારણ કે કોમર્સ ફેકલ્ટી રિસર્ચ મેથેડોલોજી વિષયમાં પરીક્ષા દરમિયાન 50 ટકા પેપર ખાલી કોમર્સ ફેકલ્ટીના જ પ્રશ્નો પૂછવામા આવ્યા હતા અને રિસચર્ચ મેથેડોલોજીને લગતા પ્રશ્નો હતા જ નહીં. તેના કારણે વિદ્યાર્થોઓ પણ નારાજ થયા હતા. જોકે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માત્ર રિસચર્ચ મેથેડોલોજીની પરીક્ષાઓ 8 માર્ચે લેવામાં આવશે ત્યારબાદ ફરી પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ કોમર્સ ફેકલ્ટી રિસચર્ચ મેથેડોલોજી સિવાય બધી જ આન્સર કી ઓનલાઇન જોઈ શકાશે.