સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 271માં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભણવાની જગ્યાએ શાળાના શૌચલયો સાફ કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં જ આ શાળામાંની વિદ્યાર્થીનીઓ આ શાળાના શૌચાલયોની સાફ-સફાઇ કરતી હોવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને પગલે જેથી સુરત પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આ ઘટના વખોડીને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.
આમ, સરકારી શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. ત્યારે આ વાયરલ વીડિયોએ તંત્રની બેદરકારી ખુલ્લી પાડી દીધી છે. જો કે આવા અનેક કારણોને લીધે સામાન્ય વર્ગના વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ અપાવતા નથી. પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સરાકરી શાળાઓને તાળા લાગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે તંત્ર શિક્ષણને લઇને ખોટી બડાઇઓ હાંકતા જોવા મળી રહ્યું છે. જેની સામે રાજ્યનું શિક્ષણ દિવસેને દિવસેને સ્તર ગગડી રહ્યું છે.