સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ (Surat Viral Video)થયો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દયાશંકરનો ભાઈ કૃપાશંકર કેળા વેચનાર લારી વાળાને જાહેરમાં ડંડા મારે છે. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ (Ex corporator brother bully)થયો છે. ગરીબ લારીવાળા સાથે આ ગેરવર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
આ પણ વાંચો Traffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...
લારીવાળા માર મારતો વિડીયો સુરતના ડીંડોલી ઓમ નગરમાં (Surat Dindoli area)એક લારી વાળાને જાહેરમાં ડંડા વાળી કરતો વિડીયો વાયરલ થયો છે. ડંડા વાળી કરનાર કોઈ બીજો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દયાશંકર મિશ્રાના ભાઈ છે. હાથમાં પોલીસનો ડંડો લઈ દયાશંકર મિશ્રાના ભાઈ કૃપાશંકર મિશ્રા લારીવાળાને બે ડંડા મારી અને ત્યાંથી જવા કહે છે. ગરીબ લારીવાળા સાથે આ ગેરવર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેની ટીકાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
આ પણ વાંચો સુરતના એક યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ
પૂર્વ કોર્પોરેટર વિડીયો અંગે અજાણ ડીંડોલી વિસ્તારમાં મોટાભાગે શ્રમિક અને મજૂર વર્ગના લોકો વસવાટ કરતા હોય છે. ગરીબ યુવાન કેળા લારી પર વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ દબંગગીરી કરતા નજર આવી રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે પૂર્વ કોર્પોરેટર દયાશંકર મિશ્રાને સંપર્ક કરવામાં આવ્યું ત્યારે તેઓએ વિડીયો અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે આ ફળવાળાને શા માટે માર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ નગરસેવકના ભાઈને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જાતે જ કાયદો હાથમાં લઈને દંડાવાળી કરી રહ્યો છે.