- સાઉથ ગુજરાત તમામ યુનિવર્સિટી પરીક્ષાઓ રદ્દ
- આવનાર દિવસોમાં પરીક્ષા અંગે લેવાશે નિર્ણય
- યુનવર્સિટીની લાઇબ્રેરીઓ બંધ
સુરત : સાઉથ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની તમામ કોલેજોમાં ચાલતી પરીક્ષાઓ શનિવારથી રદ્દ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને SMC દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને લઈને પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તે પરીક્ષાઓની તારીખ આવનારા દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ગુજરાત શિક્ષણ વિભાગ અને SMC દ્વારા લેવાયો નિર્ણય
હાલમાં શહેરમાં કોરોના કેસ વધવાથી ગુજરાત શિક્ષણ વિભાગ અને SMC દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે કોલેજમાં પરીક્ષાઓ લેવામાં આવતી હતી, તે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. જે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, તેનો નિર્ણય આવનારા દિવસોમાં લેવામાં આવશે. પરીક્ષાઓની તારીખ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ
લાઇબ્રેરીઓ પણ બંધ કરવામાં આવી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ જે રીતે શહેરની તમામ કોલેજની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેવી જ રીતે યુનિવર્સિટીની લાઈબ્રેરી પણ કોરોના સંક્રમણને કારણે બંધ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા એમ કહેવામાં આવ્યું કે લાઇબ્રેરીમાં ભલે વિદ્યાર્થીઓને અલગ-અલગ બેઠા હોય તેમ છતાં હાલ ગુજરાત સરકારની કોરોના ગાઈડ પ્રમાણે લાઇબ્રેરી બંધ રાખવામાં આવી છે. હાલ ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ સુરતમાં જોવા મળી રહ્યાં છે, ત્યારે સુરતના હીરા સિટીની અંદર આવતી તમામ કોલેજમાં લાયબ્રેરી પણ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાઓ લેવામાં આવશે