સુરત : સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ તેમજ યોગના અનેક આસાનની જાણકાર માત્ર નવ વર્ષની દેવાંશી સાહ્યબી સંસાર છોડીને દીક્ષા લેવા જઇ રહી છે. મંગળવારે હીરા ઉદ્યોગપતિની દીકરી દેવાંશીની ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. બુધવારે મંગલ પ્રભાતે તે દીક્ષા વિધિ થશે.
કોણ છે આ દીકરી દેવાંશીના પિતા ધનેશ સંઘવી ડાયમંડ ઉદ્યોગપતિ છે. માતા અમીબેન એના જન્મ બાદ તરત જ નવકાર સંભળાવ્યો હતો અને એ પછી અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના કાન અને જીવનને પવિત્ર કરતા રહ્યા. ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા. આ ઉપરાંત એણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યા હા, આટલી ઉંમરમાં તેણે 10 -12 નહિ પણ પૂરા 367 દીક્ષાના દર્શન કર્યા છે.
પાંચ ભાષાની જાણકારી છે તે પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે. તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ છે. યોગના અનેક આસાન કરી જાણે છે. આમ સર્વગુણ સંપન્ન અને દોમ દોમ સાહ્યબી છોડીને દેવાંશી પુષ્કળ અભ્યાસ બાદ દીક્ષા માર્ગે જઈ રહી છે.
આ પણ વાંચો નોર્થ કોરીયાના સરમુખત્યાર કીમ જોંગના ગુરુ ગુજરાતમાં આવી કરી રહ્યા છે તપસ્યા
બહુમુખી પ્રતિભાશાળી ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તેમજ ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની બહુમુખી પ્રતિભાશાળી દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ તારીખ 14મી જાન્યુઆરીએ વેસુના બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ચોથા દિવસે મંગળવારે સવારે 9.30 કલાકથી અઠવા ગેટ ચોપાટી પાસે ભવ્યાતિભવ્ય વર્ષીદાનની યાત્રાનો આરંભ થયો હતો. જે રાજમાર્ગો પર ફરીને દીક્ષા સ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે
20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા ઐતિહાસિક વરઘોડાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ 1 લાખ આંખોએ વરઘોડો નિહાળ્યો હતો. અતિ જાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા અને વિવિધ સંગીતના સુરોની રેલમ છેલમ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનના પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતા હતા. દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યા હતા અને હૈયાના ઉછળતા ભાવ સાથે વર્ષિદાન કરી રહ્યા હતા. માર્ગમાં ચાર જગ્યાએ વર્ષીદાન થયું હતું. જ્યારે ત્રણ જગ્યાએથી નાના વરઘોડા મુખ્ય વરઘોડા સાથે મળ્યા હતા. જેથી વરઘોડો વધુ ભવ્ય બન્યો હતો. વરઘોડો અઠવા ગેટથી લાલ બંગલા, પાર્લે પોઇન્ટ, પીપલોદ, રાહુલ રાજ મોલ થઇ બલર ફાર્મ બપોરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયા હતા.