સુરતના ભાઠેના વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન બાળકના પડોશીની નજર જાતા તેણે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી પાસે લોકોએ પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે તે બાળકને તેના ઘરે છોડવા જઈ રહ્યું છે પરંતુ તેની પોલ ખૂલી ગઈ હતી.સ્થાનિક લોકોએ તેને મેથીપાક પણ ચખાવ્યો હતો અને ત્યાર બાદ પોલીસના હવાલે કરી દીધું હતું.સ્થાનિકો દ્વારા જ્યારે વારંવાર પૂછવામાં આવી રહ્યું હતું કે શા માટે બાળકને લઈ જઈ રહ્યો છે હતો તે તેને પોતાના અપરાધની કબૂલાત કરી હતી.
પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે 36 વર્ષીય આરોપી મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપ આર્યા મુજબ તે બાળકને બધ ઈરાદા લઇ જઇ રહ્યો હતો.તે દરમિયાન જ્યારે પાડોશીની નજર પડી ત્યારે પાડોશી આરોપીને પાછળ દોડ્યો હતો અને બાળકને બચાવ્યું હતું.
પોલીસની જાણકારી મુજબ આરોપી બાળકને બધી ઇરાદાથી પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.હાલ આરોપી જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે.