સુરત મહેંદી મૂકવી દરેક સ્ત્રીને પંસદ હોય છે. પરંતુ પોતાના લગ્નમાં એવી મહેંદી મહિલાઓ પંસદ કરતી હોય છે કે જે યુનિક હોય અને પોતાના પાત્રને ગમે તેવી. ત્યારે એનઆરઆઈ દુલ્હનને યુનિક મહેંદી સુરત (mehndi design in computer Language) ખાતે મુકાવી છે. ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે યુનિક "બ્યુટી ઇન બાયનરી" બનાવ્યું છે. કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા અમી પટેલના ભાવિ પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. આથી તેમણે તે બંનેના પ્રોફેશન કનેક્ટ કરે (mehndi design ideas) તેવી મહેંદી મુકવાનો વિચાર કર્યો. અંતે તેમણે કમ્પ્યુટરની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને સુંદર(Unique mehndi design 2023) મહેંદી મુકાવી હતી.
કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા અમેરિકાથી લગ્ન માટે સુરત આવેલા અમી પટેલ કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે અને તેમના ભાવિ પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. આથી, તેમણે તે બંનેના પ્રોફેશનને કનેક્ટ કરે તેવી મહેંદી મુકવાનો વિચાર કર્યો. અંતે તેમણે કમ્પ્યુટરની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં સુંદર મહેંદી મુકાઈ. તેને માટે તેમણે પહેલા પોતે બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું. અને ત્યારબાદ તે લેંગ્વેજને આર્ટમાં કન્વર્ટ કર્યું હતું.મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે અમી પટેલની લાગણીઓ અને તેમની સ્પેશિયલ ડેટ્સને બાયનરી લેંગ્વેંજમાં કન્વર્ટ કરીને તેને મહેંદીનું રૂપ આપ્યું હતું.
આ પણ વાંચો વાળને ખરતા અટકાવા અને મજબૂત કરવા માટે કેમિકલ મુક્ત વસ્તુનો ઉપયોગ કરો
યુનિક મહેંદી મુકી આપી સુરતમાં રહેતા (mehndi design in computer Language) અને છેલ્લાં 30 કરતા પણ વધુ વર્ષોથી પ્રોફેશનલ મહેંદી મુકતા ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ આ આર્ટને એક નવી(Surat bridal mehndi binary language) ઉંચાઈઓ પર લઈ ગયા છે. તેઓ ટ્રેન્ડિંગ હોય તેવી મહેંદી ડિઝાઈન બનાવવાને બદલે કોન્સેપ્ટ બેઝ્ડ મહેંદી મુકે છે. તેમણે આ ફીલ્ડમાં ઘણા બધા નવા ઈનોવેશન્સ કર્યા છે. નિમિષા પારેખે હાલમાં જ ‘બ્યુટી ઈન બાયનરી’ કોન્સેપ્ટ પર એનઆરઆઈ અમી પટેલ ને યુનિક મહેંદી મુકી આપી છે.
બાયનરી લેંગ્વેજ નિમિષાએ જણાવ્યું હતું કે, બાયનરી લેંગ્વેજ ‘0’ અને ’1’ પર ચાલે છે. આ કોડ દ્વારા એક સુંદર મેસેજ બનાવી તેને મહેંદીમાં સુંદર રીતે વણી લેવામાં આવ્યા હતા. આમ, તેમણે ટેક્નોલોજીની દુનિયામાં મહેંદી કલ્ચરને મહેંદી આર્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધીમાં વાર્લી આર્ટ અને તામિલનાડુના પ્રાચીન કલ્ચર સિક્કુ કોલમ આર્ટને મહેંદીમાં કન્વર્ટ કરીને તેને વર્લ્ડવાઈડ ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. મહેંદીમાં આ ઈનોવેશન તેમણે USમાં મહેંદી આર્ટિસ્ટની કોન્ફરન્સમાં ઉભરતા આર્ટિસ્ટ્સને શિખવ્યું હતું. હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કર્યું છે. અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરું છું. તેઓ દુલ્હનના આ સૌથી મોટા દિવસને યાદગાર બનાવવા માટે કસ્ટમાઈઝ મહેંદી મુકી છે. જે તેમના આ ખાસ પળને વર્ષો સુધી તેમની યાદોમાં જાળવી રાખે છે.