સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર થતાં જ સુરત જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે ચૂંટણી પહેલા AAPમાં (Aam Aadmi Party) ભડકો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉમરપાડા તાલુકા AAPના પૂર્વ પ્રમુખએ રાજીનામુ ધરી દીધું(Former AAP president resigns) છે.
ચૂંટણીનો માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ જાહેર થતાં જ સુરત જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં ભડકો થયો હતો. ઉમરપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર તેમજ ઉમરપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાએ રાજીનામુ આપી દીધુ હતું. જેને લઇને તાલુકાનું રાજકારણ ગરમાયું જોવા મળ્યું હતું.
AAPમાં જોડાયા બે દિવસ પહેલા AAPમાં જોડાયેલા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી. હાલ આમ આદમી પાર્ટી દ્વારા એક પછી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી રહી છે. તાજેતરમાં 156 માંગરોળ વિધાનસભાના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હજુ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સ્નેહલ વસાવાને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા ઉમરપાડા તાલુકા AAPના કાર્યકરો નારાજ હોવાનું જાણવા મળ્યું હતું.
ગંભીર આક્ષેપો રાજીનામુ આપતા પહેલા પાર્ટી પર ગૌરાંગ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાએ રાજીનામુ આપતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગૌરાંગ વસાવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં પૈસાના જોરે ટિકિટ વેચાઈ રહી છે, રાત દિવસ મહેનત કરી ઉમરપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો, અમને પૂછ્યા વગર જ પાર્ટીએ સ્નેહલ વસાવાને ટિકિટ આપી દીધી છે. જેને લઇને મારી નારાજગી છે, આગામી દિવસો અન્ય કાર્યકરો પણ રાજીનામા આપી દેશે, ઉમરપાડા તાલુકામાં આની અસર થશે.
ભાજપમાં જોડાયા રાજીનામુ આપ્યાને ગણતરીના કલાકોમાં જ આમ આદમી પાર્ટીના ઉમરપાડા તાલુકાના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આગામી દિવસો અન્ય કેટલા AAP ના કાર્યકરો ભાજપમાં જોડાય છે એ જોવાનું રહ્યું.