ETV Bharat / state

Ukai Dam Update : સુરતના ઉકાઈ ડેમના લેટેસ્ટ આંકડા, શું આવતા વર્ષ માટે પાણીનો પૂરતો જથ્થો મળશે ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 8:24 PM IST

ચાલુ વર્ષે ચોમાસાની શરુઆતમાં જ ખૂબ સારો વરસાદ નોંધાયો હતો. જોકે, ત્યારબાદ અચાનક જ મેઘરાજાએ વિદાય લીધી હતી. સુરતના ઉકાઈ ડેમમાં ત્યારબાદ પણ ઓછા વધતા પ્રમાણમાં સતત પાણીની આવક ચાલુ કરી હતી. જેના કારણે હાલ ડેમ 80 ટકા ભરાયેલ છે. જે પાણીનો જથ્થો આખુ વર્ષ 1 કરોડથી વધુ વસ્તી તેમજ પાંચ જિલ્લાના ખેતી પાક માટે પૂરતો છે.

Ukai Dam Update
Ukai Dam Update

સુરતના ઉકાઈ ડેમના લેટેસ્ટ આંકડા

સુરત : ઉકાઈ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે જૂન મહિનાના અંતથી વરસાદની શરૂઆત થઈ હતી. પરંતુ આજદિન સુધી ઝાઝો વરસાદ વરસ્યો નથી. આજદિન સુધીમાં ઉકાી ડેમના ટેસ્કાથી લઇને ઉકાઈ સુધીના 51 રેઇનગેજ સ્ટેશનમાં સરેરાશ 14 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવક : આ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ઓછા વધતા પ્રમાણમાં સતત પાણીની આવક ચાલુ જ રહી છે. જેથી હાલ 336.75 ફૂટની સપાટી નોંધાઈ હતી. આ લેવલ પર સપાટી પહોંચવાની સાથે જ ઉકાઈ ડેમ 80 ટકા ભરાઈને એલર્ટ લેવલે પહોંચ્યો છે. દરમિયાન આ વર્ષે ઉકાઈ ડેમમાં 29 જૂનથી પાણીની આવક શરૂ થી હતી. તે વખતે સપાટી 308.28 ફૂટ હતી. ત્યારબાદ આજદિન સુધીના 99 દિવસ સુધી સતત પાણીની આવક ચાલુ ૨હેતા સપાટીમાં 28.47 ફુટનો વધારો થઈને હાલ 336.75 ફૂટ સપાટી નોંધાઈ છે. જે ઉકાઈ ડેમના રૂલ લેવલ 340 ફૂટ કરતા સવા ત્રણ ફૂટ જ ઓછી છે. જયારે ઉકાઈ ડેમનું ભયજનક લેવલ 345 ફૂટ છે.

આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજાએ ખૂબ સારી જમાવટ કરી હતી. પછી ઓગસ્ટ સંપૂર્ણ કોરો ગયો હતો. જોકે હાલ સારા સમાચાર મળ્યા છે કે, ઉકાઈ ડેમ 80 % ભરાઈ ગયો છે. જેને લઈને ખેડૂતો સહિત સૌને ખૂબ લાભ થશે. -- જયેશ પટેલ (ખેડૂત આગેવાન)

ઉકાઈ ડેમ છલોછલ : ઉકાઈ ડેમના સત્તાધીશોના જણાવ્યા મુજબ ઉકાઈ ડેમમાંથી જમણા-અને ડાબા કાંઠાની નહેરમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતી પાકને પાણી મળે છે. જ્યારે પાંચ જિલ્લાની 1 કરોડથી વધુ વસ્તીને પાણી સપ્લાય મળે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી સપ્લાય પણ થાય છે. ટૂંકમાં 80 ટકા ડેમ ભરાવાની સાથે જ આખું વર્ષ 1 કરોડથી વધુ વસ્તીના તેમજ ખેતી પાકના પાણીનું ટેન્શન હળવુ થયું છે.

વરસાદની ઘટ ? Suratઉકાઈ ડેમના કેચમેન્ટમાં આવતા 51 રેઈન ગેજ સ્ટેશનમાં ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેમ વરસાદ મોડો વરસી રહ્યો છે. ખાસ કરીને જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં મેઘરાજા ધીમા વરસે છે. પરંતુ ત્યારબાદ દેમાર વરસે છે. અને ઉકાઈ ડેમ છલોછલ ભરાઈ જાય છે. ગત વર્ષ 2022 કરતા આ વર્ષે હજુ સુધી 50 ટકા જ વરસાદ વરસ્યો છે. આથી વરસાદની ભારે ઘટ છે. આથી આ ઘટ આગામી દિવસોમાં ભરપાઈ કરે તો નવાઈ નહીં. કેમ કે છેલ્લા ત્રણ વર્ષથી ડેમ 345 ફૂટ સુધી ભરાયા છે. ગત વર્ષોમાં તો દિવાળીમાં પણ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવુ પડયુ હતુ. આથી હવે વરસાદની ખરી મોસમ શરૂ થાય તો નવાઈ નહીં.

  1. Surat Rain Update : માંગરોળ અને ઓલપાડ તાલુકામાં વરસાદથી ખેડૂતો રાજીના રેડ, અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો જાણો
  2. Ukai Dam: ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક ગત વર્ષોની સરખામણીએ ઓછી નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.