સુરત: ભેસ્તાન વિસ્તારમાં આવેલ ભાડે રાખવામાં આવેલ ખુલા પ્લોટમાં કોલસાની ટ્રકો દ્વારા કોલસો ખાલી કરવામાં આવે છે અને ત્યાં સ્ટોરેજ કરવામાં આવે છે. તે કોલસાની જે ધૂળ રજ ઉડે છે. તેનાથી આજુબાજુની 15 થી 20 સોસાયટીઓમાં તે ધૂળરજ જાય છે. જેથી લોકોમાં સ્વાસ્થ્યને હાનિકારક થાય છે.રોજેરોજ સોસાયટીના દરેક ઘરમાં હતી લગભગ 500 ગ્રામ ધૂળરજ નીકળે છે. જેને કારણે આખું વાતાવરણ પ્રદુષિત થઇ રહ્યું છે. એવું કહેવું છે ધારાસભ્ય મનું બોગવાનું. જેમણે પ્રદુષણ સહિત અન્ય મુદ્દાઓને લઈને કાયદેસરની રજૂઆત કરી છે.
ગંદુ કેમિકલ યુક્ત પાણી: ધારાસભ્ય એ વધુમાં જણાવ્યું કે, અમારા પાંડેસરા વિસ્તારમાં જ GIDC પણ આવી છે. જેમાં ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓને GPCB ના નિયમ અનુસાર કામ થતું હોય છે.પરંતુ કેટલી કેટલીક ફેક્ટરીઓ નિયમ પ્રમાણે કામ કરતા નથી.તેઓ રાતે 12 વાગ્યાં પછી ચીમની માંથી વધારાનો દુમાડો છોડે છે. જેને કારણે આખું વાતાવરણ પ્રદુષિત થઇ રહ્યું છે. અને લોકોના સ્વાસ્થ્યને હાનિકારક થાય છે. તે ઉપરાંત તેઓ પોતાના ફેક્ટરીઓ માંથી ગંદુ કેમિકલ યુક્ત પાણી પણ છોડે છે. તે પણ GPCB ના નિયમ અનુસાર છોડવામાં આવતો નથી.તો તેની સીધી લાઈનો ખાડીમાં જાય છે.તેના દુર્ગંધ ના કારણે લોકો હેરાન થયા છે.
"દેશીદારૂના અડ્ડાઓ પણ ખુંબ જ ધમધમી રહ્યા છે. નવયુવાનો ભોગ બની રહ્યા છે. ત્રીજી રજૂઆત એ છે કે, પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગશેનનગર જ્યાં મારુતિ ઈંદ્રષ્ટિ આવી છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓ અને વેપારીઓ 7, 10, 22 અને 25 તારીખે કર્મચારીઓને પગાર આપે છે. આ ચાર દિવસો તેઓ પગાર આપે છે. તે દિવસોમાં નાગશેનનગર અને ગઢાનગર તરફથી કેટલા અસામાજિક તત્વો દ્વારા કર્મચારીઓને લૂંટી લેવામાં આવે છે" --મનું બોગવા ( ઉંધના વિધાનસભાના ધારાસભ્ય )
પોલીસમાં વારંવાર રજૂઆત: પોલીસ ત્યાં પેટ્રોલિંગ કરે છે પણ જ્યાં સુધી પોલીસ હોય છે. ત્યાં સુધી કોઈ કશું કરતું નથી.પોલીસ જતા આવા લોકો આતંક મચવાનું શરૂ કરે છે. આ બે નગરમાં દેશીદારૂના અદ્દાઓ પણ ખુંબ જ ધમધમી રહ્યા છે. જેનો ત્યાંના નવયુવાનો ભોગ બની રહ્યા છે. જે મામલે પોલીસમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી પણ કરે છે. પરંતુ ત્યારબાદ ફરી પછી દેશીદારૂના અદ્દાઓ ધમધમતા થઇ જાય છે.આવા અનેક મુદ્દાઓને લઈને રજુઆત કરવામાં આવી હતી.