ETV Bharat / state

ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં પોલીસે પકડી પાડ્યા બે ચોરોને, બેગમાંથી મળ્યા આટલા લાખ - નીયોલ ચેકપોસ્ટ સુરત

સુરત સારોલી પોલીસે (Surat Saroli Police ) બે લોકોની ધરપકડ કરી છે. બે ઇસમો કડોદરા રોડ તરફથી જઇ રહ્યા હતા ચાલીને. જે પછી પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરતા આ બેગમાંથી રૂપિયા 63.88 લાખ તેમજ સોનાના 15 નંગ બિસ્કીટ મળી કુલ મળીને 1 કરોડ, 15 લાખ, 99 હજાર 700 રૂપિયા મળી આવ્યા હતા.

ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં પોલીસે પકડી પાડ્યા બે ચોરોને, બેગમાંથી મળ્યા આટલા લાખ

author img

By

Published : Nov 14, 2022, 3:47 PM IST

સુરત સારોલી પોલીસે નીયોલ ચેકપોસ્ટ (Neyol Checkpost Surat) પાસેથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 63.88 લાખ તેમજ સોનાના 15 નંગ બિસ્કીટ મળી કુલ મળીને 1 કરોડ, 15 લાખ, 99 હજાર 700 રૂપિયાની મત્તા કબજે કરી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે લાખોની રોકડ પકડાતા ચૂંટણી અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા સઘન ચેકિંગ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી સુરત પોલીસ (Surat Saroli Police ) દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે સારોલી પોલીસકર્મીઓ ચુંટણીને લઈને પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન વાહન ચેકિંગની કામગીરી થઇ રહી હતી. આ દરમ્યાન બે ઇસમો કડોદરા રોડ તરફથી સુરત શહેર તરફ ચાલતા ચાલતા આવતા હતા. તેઓએ પાસે ચાર કોલેજીયન બેગ હતી. પોલીસને (Surat Saroli Police ) શંકા જતા બંનેને ઉભા રાખી તપાસ કરી હતી. જેમાં બંને ઈસમોએ પોતાનું નામ સુધીરસિંગ શ્રીરામલખનસિંગ સેંગર અને રજનેશ પૌલ ઉત્તમકુમાર જણાવ્યું હતું.

મધ્યપ્રદેશના રહેવાસી 40 વર્ષોય શ્રીરામલખનસિંગ સેંગર રેલવેમાં નોકરી કરે છે. જ્યારે મૂળ મધ્યપ્રદેશના સાગર જીલ્લાનો રહેવાસી છે. 44 વર્ષીય રજનીશ ફૉલ પ્રાઇવેટ નોકરી કરે છે અને તે પણ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેવાસી છે. પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી રોકડા રૂપિયા 63,88,700/- તથા 52.50 લાખની કિમતના સોનાના 15 નંગ બિસ્કીટ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંનેની અટકાયત કરી હતી.

તપાસ હાથ ધરી ચૂંટણી અધિકારીઓએ પણ તપાસ હાથ ધરીહાલ સારોલી પોલીસે જણાવ્યું છે કે પોલીસે તેઓની પાસેથી 2 લેપટોપ, 4 મોબાઈલ મળી કુલ 1 કરોડ, 16 લાખ, 99 હજાર 700 રૂપિયાની મત્તા કબજે કરી હતી. તેમજ આ મુદામાલ તેઓ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા. તે મામલે પૂછપરછ શરુ કરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે લાખ્ખોની રોકડ પકડાતા ચૂંટણી અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.