આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું કે, બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાથે તેઓએ કહ્યું હતું કે, કેસ ગંભીર હોવાથી તેના પ્રત્યક્ષદર્શીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.
31મી મેના રોજ સુરતના ખટોદરા પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ઓમપ્રકાશ પાંડે નામના શંકમંદ આરોપીને ગેરકાયદેસર પોલીસ સ્ટેશનમાં રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં ઓમપ્રકાશ પાંડેનું મોત નિપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સુરત પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશ બાદ ખટોદરા PI અને PSI સહિત અન્ય છ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે PI સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં નાસી છૂટયા હતા. ત્યારબાદ કસ્ટડીયલ ડેથ ની ઘટનાને ચૌદ દિવસ વીત્યાં બાદ આઠ પૈકીના બે પોલીસ આરોપીઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા.ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરીએ સરેન્ડર કર્યુ હતું.
આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સરેન્ડર બાદ ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે મુખ્ય આરોપી ચિરાગ ચૌધરી અને આર્મ લોકરક્ષકની ધરપકડ કરાઈ છે. બંને પોલીસ કર્મચારીઓ સામેથી હાજર થયા છે. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. સાથે ઘટનામાં પ્રત્યક્ષદર્શીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.
પોલીસ કમિશ્નર શર્માએ કેસ વિશે વધું જાણકારી આપતા કહ્યું હતું કે, આ ઘટનામાં યોગ્ય પોલીસ જવાનોની ટીમ તપાસ અધિકારી સાથે ઝીણવટભરી કાર્યવાહી કરી રહી છે. અન્ય આરોપીઓની પણ વહેલી થકે ધરપકડ કરવામાં આવશે. ભાગેલા પોલીસ કર્માચારી અને લોકોએ ઘટનામાં મદદ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે ફરિયાદીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. પોલીસ મથક સહિત અન્ય ઠેકાણાંઓ પરના સીસીટીવી તપાસવામાં આવશે. ઘટનાની તપાસ વિશે જણાવતા કમિશ્નર કહે છે કે, ACP રેન્કના અધિકારી દ્વારા ફરાર થનાર પોલિસકર્મીઓની ઘટના અંગે તપાસ કરશે. ફરાર આરોપીઓની જો પોલીસ સ્ટેશનમાં મદદ કરવામાં આવી હશે તો દોષી પોલીસકર્મીઓ તપાસ કરાશે.
આમ, કસ્ટડીયલ ડેથ મામલે ચૌદ દિવસ સુધી ગોકળ ગાયની ગતિએ ચાલતી તપાસ કાર્યવાહીના કારણે પોલીસ તંત્ર જ આરોપી પોલીસ કર્માચારીઓને છાવરી રહ્યા હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે પોલીસ અનવના કારણો રજૂ કરીને પોતાની નિર્દોષતા સાબિત કરતી જોવા મળે છે.