- સુરત પોલીસે 472 ગ્રામ ચરસ સાથે ત્રણ આરોપીને ઝડપ્યા
- કુંભારિયા ગામમાં આરોપીઓ ચરસની ડિલિવરી માટે આવ્યા હતા
- પોલીસે ચરસ લાવનાર અને મગાવનારા ત્રણને ઝડપી લીઘા
સુરતઃ પોલીસને બાતમી મળી હતી કે, કુંભારિયા ગામ વિસ્તારમાં રઘુવીર સિલિયમ પાસે બે લોકો ચરસ વેચવા આવવાના છે. આથી પોલીસે સાંજે અહીં વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપીઓ અહીં આવતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. સ્થળ પરથી ચરસ સાથે આરોપી લાડુનાથ કાળુનાથ નાથ, પ્રકાશ ઉર્ફ સૂરજ નરસિંહરામ જાજડને 472 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધો હતા. આ બન્ને આરોપી રાજસ્થાનના જોધપુરાથી સુરત ચરસની ડિલિવરી કરવા આવ્યા હતા. તેમની પાસેથી ચરસ લેવા આવેલા આરોપી જિગ્નેશ હરિશ ઠાકુરને પણ ઝડપી લીધો છે.
પોલીસે ચરસ મગાવનારા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ ફોન અને એક મોપેડ પણ કબજે કર્યું છે. ઝડપાયેલા ચરસની કિંમત રૂપિયા 2.36 લાખ છે. પોલીસે ચરસ મોકલનાર ગણેશનાથ અને ચરસ મંગાવનાર મિતેશ સુનિલ પાંડેને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી ગણેશનાથે આરોપી નોલારામ પાસેથી ચરસ મેળવીને મિતેશને આપવાનો હતો. આ ચરસ મિતેશને આપવા માટે લાડુનાથને જોધપુરથી મોકલ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.