આગથી બચવા વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી હતી. આ છલાંગ વખતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીને કિરણ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવી હતી. જેનું આજે વહેલી સવારે મોત નીપજ્યું છે. વિદ્યાર્થીનીનો મૃતદેહ પી.એમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે સામાન્ય પ્રવાહના પરિણામને લઇને રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે નહીં.
આગની ઘટનામાં કુલ 20 લોકોના મોત થયા છે.