ETV Bharat / state

ભાજપના બે ટર્મના ધારાસભ્યએ પકડ્યો AAPનો સાથ, કહ્યું- "ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી"

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022)આવી રહી છે. ભાજપમાં બે ટર્મ સુધી ધારાસભ્ય રહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવાએ બે દિવસ અગાઉ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. પાર્ટીથી નારાજ પૂર્વ ધારાસભ્ય( Former BJP MLA joined AAP)આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભાજપમાં બે ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા આદિવાસી નેતા AAPમાં જોડાયા

author img

By

Published : Jul 23, 2022, 3:41 PM IST

સુરત: ભાજપના નિઝર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવાએ બે દિવસ પહેલા જ રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ( Former BJP MLA joined AAP)ગરમાયો હતો. રાજીનામાના બે દિવસ બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે જેના કારણે હું ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party)જોડાયો છું.

વિધિવત રીતે AAP પાર્ટીમાં જોડાયા - ગુજરાતમાં આદિજાતિ નિગમના પૂર્વ ડિરેક્ટર અને તેમજ ભાજપામાંથી (Bharatiya Janata Party )બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા પરેશ વસાવા આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આપ નેતા રામ ધડુકની હાજરીમાં વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા. પરેશ વસાવાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના કેટલાક લોકો ભ્રષ્ટાચારથી લિપ્ત છે.

આદિવાસી નેતા AAPમાં જોડાયા

આ પણ વાંચોઃ Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં

આપ ઈમાનદાર પાર્ટી છે - ભાજપમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી આવા લોકો સામે કોઈ પણ કાર્યવાહી કરાવી નથી. તેઓએ સાથે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે આજ કારણ છે કે હું ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે જે પણ જવાબદારી આપશે હું ચોક્કસથી તેનું પાલન કરીશ.

આ પણ વાંચોઃ કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત, એક નેતા આપમાં તો બીજા ભાજપમાં જોડાયા

ભાજપ પર ગંભીર આક્ષેપો - અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ વસાવા છેલ્લા બે ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના નિઝર બેઠકથી તેઓ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ વર્ષ 2017 ભાજપ આઈ કમાન્ડે પરેશ વસાવાની જગ્યાએ કાંતિ ગામિતને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે કાંતિ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. બે દિવસ પહેલા આજે પરેશ વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. બે દિવસ બાદ તેઓ સુરતમાં આમાની પાર્ટીમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવનાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકથી આમ આદમી પાર્ટી પરેશ વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.