સુરત: દેશની એકમાત્ર સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દૂષિત પાણી ટ્રીટ કરી કરોડો રૂપિયાની (Treat contaminated water)કમાણી કરવાનું શરૂ કર્યું છે. હાલ 500 કરોડથી વધુની આવક થઈ રહી છે. જ્યારે 2025 સુધીમાં 1,000 કરોડની આવકનો લક્ષ્યાંક સુધી પહોંચવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.
સુરત મહાનગરપાલિકાને 25 કરોડ રૂપિયાની આવક - ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી 2014માં પ્રથમવાર (Sewage water recycle)પાંડેસરા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને 40 MLD આપવાનું શરૂ કરાયું હતું. ડિંડોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ 40 MLD શરૂ કરવામાં (Reasons for water treatment )આવ્યો હતો. જેના થકી પાંડેસરા ઉદ્યોગગૃહો પાસેથી અંદાજે 245 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઇ હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ આપી પહોંચાડવામાં આવ્યું. 2014 બાદ 2020માં સચિન જીઆઇડીસીની સચિન ટેકસટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વેલફેર એસોસિયેશનને બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફેઝ 2થી 35 MLD ટ્રીટ કરેલું પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના થકી સુરત મહાનગરપાલિકાને 25 કરોડ રૂપિયાની આવક ઊભી થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2020-21ઃ પાણી પૂરવઠા વિભાગ માટે રૂપિયા 4317 કરોડની જોગવાઇ
ઔદ્યોગિક એકમોએ પાણીની માંગ કરી - સુરત મહાનગરપાલિકાના સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સુએજ પ્લાન્ટ નાખીને આગામી 2024-25 સુધીમાં સુરત મહાનગરપાલિકાને રૂપિયા 1,000 કરોડની વાર્ષિક આવક ઉભી કરવાના લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છે. પાંડેસરા, સચિન બાદ હવે પલસાણા અને હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમો પણ પાણીની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર સતત ઔદ્યોગિક વિકાસને કારણે હવે પાણીની માંગ મોટા પ્રમાણમાં ઊભી થઈ રહી છે.
સુએજ વોટર રિસાયકલ કરી પર્યાવરણ સંરક્ષણ - તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં સુરત મહાનગર પાલિકાએ સુએજ પાણીમાંથી વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવી છે. આ દિશામાં અનેક મોટી શક્યતાને ધ્યાનમાં રાખીને અમે બીજા અમે જે ગણતરી કરી છે તે અંદાજ મુજબ આ લક્ષ્યાંક સુરત મહાનગરપાલિકા ખૂબ જ સરળતાથી હાંસલ કરી લેશે. પાણીના પરંપરાગત સ્ત્રોત પર નિર્ભરતા ઘટાડવા તથા સુએજ વોટર રિસાયકલ કરી પર્યાવરણ સંરક્ષણ તરફ આગળ વધવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ