ETV Bharat / state

સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે રહેવું પડેશે હોમ ક્વૉરન્ટાઈન - travelers have to be home quarantine

સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધ્યું છે જેના કારણે હવે સુરત સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ સાથે સુરત મહાનગરપાલિકાએ આજથી રાજ્યના બહારથી આવતા લોકો માટે નિયમ જાહેર કર્યું છે. સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે હોમ ક્વૉરન્ટાઈન રહેવું પડશે.

સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધ્યું છે

author img

By

Published : Mar 18, 2021, 11:29 AM IST

Updated : Mar 18, 2021, 5:01 PM IST

  • સુરતમાં વકર્યો છે કોરોના
  • બહારથી આવતા લોકોને સાત દિવસ થશે હોમ ક્વૉરન્ટાઈન
  • પોલિસે શરૂ કર્યું ફૂટ પેટ્રોલિંગ

સુરતમાં કોરોના કેસમાં થતા સતત વધરા બાદ સુરત મહાનગરપાલિકા અનેક પ્રતિબંધ લગાવી રહી છે. સુરતની વાત કરવામાં આવે તો આજથી નાઈટ કરફ્યૂની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે. સાથે જ બાજુ હવે શહેરની બહારથી આવતા લોકો જ્યારે સુરતમાં પ્રવેશ કરશે ત્યારે તેમને અનેક નિયમોનો સામનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સુચના બહાર પાડવામાં આવી છે જે મુજબ સુરતમાં બહારથી આવતા લોકોને સાત દિવસ માટે હોમ ક્વૉરન્ટાઇન રહેવું પડશે. ઉપરાંત જો બહારથી આવનાર લોકોમાં કોવિડના કોઇ લક્ષણો જણાશે તો તેઓને covid 19નો રિપોર્ટ કઢાવો પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રી કરફ્યૂના ઉડ્યા લીરે લીરા, તંત્ર દ્વારા પાલન માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ

સુરતમાં અત્યારે સૌથી વધુ અત્યારે સુરતના પાંડેસરા અને અઠવા ઝોનમાં સંક્રમણ વધ્યું છે. જેથી ઉધના દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી દુકાનોને અધિકારીઓ દ્વારા બંધ કરાવવી પડી હતી. શાકભાજી માર્કેટમાં પણ ભીડ થતા બંધ કરવું પડ્યું. એટલું જ નહીં રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ ફરી એક વખત લંબાવવામાં આવ્યું છે. રાત્રે 10થી સવારના 6 સુધી કર્યું કડક અમલ કરાવવામાં આવશે જેને લઇ સુરત પોલીસ દ્વારા સુરતમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં પણ આવ્યું છે

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં

Last Updated : Mar 18, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.