સુરત : ઇન્ડોર સ્ટેડિયમમાં 17મીથી 19 માર્ચ સુધી નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (Surat National Powerlifting Championship) યોજાઈ રહી છે. જેમાં મેલ - ફિમેલ બંને ખેલાડીઓ અને કેટેગરીમાં ભાગ લેવાના છે. પરંતુ આ વખતે આ ચેમ્પિયનશિપની ખાસિયત છે કે આ સ્પર્ધામાં પ્રથમ વાર ટ્રાન્સજેન્ડર કેટેગરી (Transgender Category in Sports) ઉભી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં તે ખૂબ જ પ્રચલિત - આ કેટેગરીમાં દેશમાંથી 3 ટ્રાન્સજેન્ડરએ ભાગ લીધો છે. જેમાંથી એક સુરતની આચલ 35 વર્ષની છે. અને છેલ્લા એક વર્ષથી પાવર લિસ્ટીંગની (Transgender Championship in Surat 2022) પ્રેક્ટિસ કરી રહી છે. સોશિયલ મીડિયામાં તે ખૂબ જ પ્રચલિત છે. ઇન્સ્ટાગ્રામમાં તેના એક લાખથી વધારે ફોલોઅર્સ પણ છે. સુરતના વરીયાળી બજાર ખાતે રહેતી આંચલ જરીવાલા જ્યારે 10 વર્ષની હતી. ત્યારે તે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી સાથે જોડાઈ ગઈ હતી.
આ પણ વાંચો : ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી હવે આત્મનિર્ભર બનશે, વિવિધ સંસ્થાઓ કરશે મદદ
"પરિવારનો પ્રેમ મળ્યો નથી" - આંચલે (Jariwala Transgender from Surat) જણાવ્યું કે, રાજકારણ અને સરકારી નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર જઈને પોતાની ઓળખ બનાવી રહ્યા છે. રમત-ગમતમાં પણ ટ્રાન્સજેન્ડર સામેલ થાય અને લોકોને ખબર પડે કે અમે પણ કાબિલિયત ધરાવીએ છીએ. આ માટે મેં પાવર લિફટિંગમાં (National Powerlifting Championship) ભાગ લીધો છે. અમે લોકોને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે અમે પણ તમારી જેમ છીએ. અમને આપનો પ્રેમ અને સહકારની જરૂર છે. પરિવારનો પ્રેમ મળ્યો નથી. આ જીવનમાં એક કમી હતી. આ કમીને પોતાની તાકાત બનાવીને હું આજે આ ચેમ્પિયનશિપમાં આવી છું.
આ પણ વાંચો : Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ
300થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે - ઉલ્લેખનીય છે કે, આંચલ સોશિયલ મીડિયામાં ડાન્સિંગ સાથે સાથે વિડીયો ક્રિએટ કરી પોતાની આજીવિકા ચલાવે છે. એક વર્ષ પહેલા જીમ જવા લાગી હતી. અને ત્યારથી જ તેને વેઇટલિફ્ટિંગ કરવામાં રસ જાગ્યો. સુરત ખાતે આયોજિત ઇન્ડિયન પાવર લીફટીગ ફેડરેશન (Indian Powerlifting Federation) દ્વારા આ ચેમ્પિયનશિપમાં દેશના 300થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અહીં જીતનાર મેડલિસ્ટ ચયન કરી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. પાવર લિફટિંગ ફેડરેશનના જનરલ સેક્રેટરી રાજેશ જૈને જણાવ્યું હતું કે પ્રથમ વાર ટ્રાન્સજેન્ડર ઉભી કરવામાં આવી છે. જેથી આવનાર દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એમને એક ઓળખ મળી શકે.