સુરતઃ રાજ્યમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. નિયમના ભંગ બદલ દંડ વસૂલવામાં આવશે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલમેટ અને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો( Traffic drive in Surat)સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના IGP પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, IGP અને જિલ્લાના વડાઓને સુચના આપી છે.ં
હેલમેટ પહેરવા માટે સંદેશો
આજે સુરત ટ્રાફિક પોલીસે જનજાગૃતિ અભિયાન(Traffic Police Awareness Campaign) કર્યું હતું 'હેલમેટ એક જ વિકલ્પ, કફન અથવા હેલમેટ સ્ટીકર વાહનચાલકોના વાહનો ઉપર ચોટાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં આજે હેલમેટ વગર પકડાયેલા લોકોને તેમના મોબાઈલથી મેસેજ કરી લોકોને કાલથી હેલમેટ પહેરવા માટે સંદેશો મોકલવામાં આવ્યા હતાં સાથે જણાવવામાં આવ્યું હતું કે કાલથી હેલમેટ ફરજિયાત હોવાથી લોકો ઘરેથી નિકળતા પહેલા હેલમેટ ચોક્કસથી પહેરીને નીકળવું.
આ પણ વાંચોઃ સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત
રવિવારથી કડક પગલાં
ટ્રાફિક પોલીસના SP હરેશ મેવાડાએ જણાવ્યું હતું કે, 06 માર્ચ, 2022થી તા. 15 માર્ચ, 2022 દરમિયાન હેલમેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે ડ્રાઈવ યોજવા તથા આ ડ્રાઈવ દરમિયાન આ નિયમોના ભંગને લગતા શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. ટ્રાફિક ડ્રાઈવના પગલે રવિવારથી ટ્રાફિક પોલીસ રાજ્ય વ્યાપી ડ્રાઈવ કરશે. હેલમેટ, સીટ બેલ્ટ ન પહેરનારા સામે રવિવારથી પોલીસ કડક પગલા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Police Traffic Special Drive: 6 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજાશે