સુરત: મોંઘવારીએ ફરી એકવાર માજા મુક્ત લોકોની હાલત કફોડી છે. વાવાઝોડા અને ભારે વરસાદને પગલે લીલા મરચાંનો પાક નિષ્ફળ ગયો તેના કારણે લીલા મરચાંની કિંમતમાં વધારો થયો હોય તેવું કહી શકાય છે. જોકે મરચાની સાથે-સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. અચાનક ભાવ વધવાના કારણે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ખુબ જ હેરાન પરેશાન થઇ રહ્યા છે. મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે.
દરેક શાકભાજીના ભાવમાં વધારો: લીલા મરચાંના ભાવ 50 થી 100 કિલો સુધી પહોંચી ગયા છે. છૂટક બજારમાં તેની કિંમત 80 થી 150 રૂપિયા કિલોની કિંમતે મળી રહી છે. તેની સાથે જ ધાણાના ભાવોમાં પણ વધારો થયો છે. ધાણા 40 થી 60 રૂપિયા કિલો કિંમતે મળી રહ્યા હતા. તેની કિંમતમાં પણ અચાનક વધારો થયો છે. તે હવે 80 થી 150 રૂપિયા કિલો કિંમતે મળી રહી છે. છૂટક બજારમાં તેની કિંમત 100 થી 180 થઇ ગઈ છે.
'ભાવ વધવાની શરૂઆત તો આદુંથી થઈ હતી અને અને આજે તમામ શાકભાજીના ભાવ વધ્યા છે. આદુંનો ભાવ એક દોઢ મહિના પહેલા 40 થી 50 ના 250 ગ્રામ હતા તો આજે તેનો ભાવ 70 રૂપિયાના 250 ગ્રામ મળે છે એટલે કે આજે 280 રૂપિયા કિલો આદું મળી રહ્યું છે.' -અજિતભાઈ, શાકભાજી વિક્રેતા
વરસાદના કારણે ભાવ વધારો: ટમેટાએ પોતાનો રંગ બતાવ્યો અને તેની કિંમતમાં પણ વધારો થયો છે. બે દિવસ પેહલા 240 રૂપિયા કિલો હતા પરંતુ હવે લાગે છે ધીરે ધીરે ભાવ તેના ઘટશે. આજે 160 રૂપિયા કિલો ટામેટા મળી રહ્યા છે. મરચાના ભાવ પણ વધ્યા છે. નાના મરચાની વાત કરવામાં આવે તો તેની આજની કિંમત 200 રૂપિયા કિલો છે અને મોટા મરચા ની વાત કરવામાં આવે તો તે 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. જોકે ભાવ વધવાનું પાછળનું કારણ હાલ વરસાદી માહોલ છે. વરસાદમાં કેટલાક શાકભાજીઓ ખરાબ પણ થાય છે તેને કારણે પણ ભાવ વધી શકે છે.
'આ વર્ષે ટામેટાનો ભાવ ખૂબ જ વધી ગયા છે. મારા જીવન પહેલી વખત ટામેટાના ભાવ વધ્યા છે તેવું જોયું છે. મરચાની વાત કરવામાં આવે તો દર વર્ષે તેનો ભાવ વરસાદી માહોલમાં ઉપર નીચે થતો રહે છે. મરચા ખાસ કરીને નાસિકથી આવતા હતા પરંતુ હવે ત્યાંથી બંધ થઈ ગયા છે. હાલ તો લાતુંરથી મરચા આવી રહ્યા છે અને ત્યાંથી મરચા આવે એટલે ટ્રાન્સપોર્ટનો ભાવ પણ લાગે જેથી ભાવ વધ્યા હોય તેવું પણ કહી શકાય છે.' -અજિતભાઈ, શાકભાજી વિક્રેતા
'તમામ શાકભાજીના ભાવ ખૂબ જ વધી ગયા છે. ધાણાની વાત કરવામાં આવે તો 240 થી 260 રૂપિયા કિલો મળી રહ્યા છે. ટામેટા 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. મરચાના ભાવ પણ 200 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. આ ભાવ વધવાને કારણે અમારું બજેટ પણ ખોરવાઈ ગયું છે જેથી હાલ તો શાકભાજી થોડું થોડું લઈને જઈએ છીએ. ખાસ કરીને આમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.' -આશિષ સિંગ, ગ્રાહક