ETV Bharat / state

સુરતમાં હાઈવે પર અકસ્માતની ઘટનાઓને રોકવા નાગરિક સેવા સમિતિનો અનોખો વિરોધ

સુરત : કામરેજ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જેથી નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને ઘણીવાર તો એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ફરિયાદો થાય છે.આ બાબતે વારંવાર તંત્રને લેખિતમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિવાકરણના આવતા કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્યો હાથમાં ઘંટ લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પોહચ્યાં હતા અને રણટંકાર કર્યો હતો.

અકસ્માતની ઘટનાઓને રોકવા નાગરિક સેવા સમિતિનો અનોખો વિરોધ
author img

By

Published : Jul 15, 2019, 7:47 PM IST

કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્ય અશ્વિન ચીખલીયા એ જણાવ્યું હતું કે, તંત્ર એ ખાતરી આપી હોવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી કામરેજ નાગરિક સેવા સમિતિ દ્વારા વડાપ્રધાનને એક હજાર જેટલા પોસ્ટ - કાર્ડ પણ લખવામાં આવ્યા છે. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જો આગામી 28 મી તારીખ સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કામરેજ ચાર રસ્તા અને નેશનલ હાઇવે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો આ સાથે તે જ દિવસથી પ્રતિક ધરણા અને ઉપવાસના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Intro:સુરત : કામરેજ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત જેવી ઘટના ઓ પ્રકાશ માં આવતી હોય છે.સાથે જ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે ઘણીવાર એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક માં ફસાઇ જતી હોવાની ફરિયાદ ઉઠી છે.અનેકોવખત તંત્ર નને લેખિત મમાં ફરિયાદ કરવામાં આવી છે.તંત્ર દ્વારા પિસ્તાલીસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી પણ આપવામાં આવી છે.છતાં હજી સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજ રોજ કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્યો હાથમાં ઘંટ લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પોહચ્યાં હતા અને રણટંકાર કર્યો હતો.

Body:કામરેજ નાગરિક સેવા સમિતિના સભ્ય અશ્વિન ચીખલીયા એ જણાવ્યું છે કે તંત્ર એ ખાતરી આપી હોવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.જેથી કામરેજ નાગરિક સેવા સમિતિ દ્વારા વડાપ્રધાન ને એક હજાર જેટલા પોસ્ટ - કાર્ડ પણ લખવામાં આવ્યા છે.Conclusion:જો આગામી 28 મી તારીખ સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કામરેજ ચાર રસ્તા અને નેશનલ હાઇવે બંધ નું એલાણ પણ આપવામાં આવ્યું છે.આ સાથે તેજ દિવસથી પ્રતીક ધરણા અને ઉપવાસના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બાઈટ : અશ્વિન ચીખલીયા ( કામરેજ નાગરિક સેવા સમિતિ સભ્ય )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.