ETV Bharat / state

ફાયર NOC વગરની સુરતમાં કોવિડની કોઇ હોસ્પિટલ નથી

સુરતમાં હાલ કોવિડ-19 હોસ્પિટલમાં ફાયર NOC છે. જે કોવિડ હોસ્પિટલમાં આવનારા કોરોના દર્દી માટે આગના સમય દરમિયાન સલામતીનું સિગનલ બતાવવામાં આવી રહ્યું છે.

author img

By

Published : Mar 28, 2021, 11:22 AM IST

ફાયર NOC
ફાયર NOC
  • રાજકોટ અને અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં પણ આગની ઘટના બની ચુકી
  • સુરત ફાયર વિભાગ દ્વારા કાર્યરત જેટલી પણ કોવિડ હોસ્પિટલમાં ફાયર NOCની ચકાસણી
  • સુરતની બધી હોસ્પિટલમાં હાલ ફાયર NOC છે

સુરત : મુંબઈમાં ગઈકાલે શનિવારે કોવિંડ હોસ્પિટલમાં આગ લાગવાથી 11 જેટલા કોવિડ દર્દીનું મૃત્યુ થયું હતું. આ પેહલા ગુજરાતમાં પણ રાજકોટ અને અમદાવાદમાં અને ત્યારબાદ સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં જ્યાં કોવિડ સેંટરમાં આગ જેવી ઘટના બની ચુકી છે.આ જોઈને સુરત ફાયર વિભાગ દ્વારા પણ સુરતમાં કાર્યરત જેટલી પણ કોવિડ હોસ્પિટલો છે. તેમાં ફાયર NOCની ચકાસણી કરવામાં આવી હતી. જોકે સુરતની બધી હોસ્પિટલમાં હાલ ફાયર NOC છે.

આ પણ વાંચો : અમદાવાદની 287 હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી, સરકારી સોલા સિવિલ હોસ્પિટલનો પણ લિસ્ટમાં સમાવેશ

કોઇ કોવિડ હોસ્પિટલ એવી નથી કે જ્યાં ફાયર NOC ના હોય

સુરત ફાયર વિભાગના ઓફિસર જગધીશ જે.પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ સુરતમાં જેટલી પણ કોવિડ હોસ્પિટલ છે. તેની માહિતી સુરત આરોગ્ય પાસે છે. પરંતુ સુરતમાં જે કોવિડ હોસ્પિટલ છેલ્લા સમયથી કાર્યરત છે. કોવિડ-19 હોસ્પિટલમાં ફાયર NOC છે. કોવિડ હોસ્પિટલ એવી નથી કે, જ્યાં ફાયર NOC ન હોય. બધી કોવિડ હોસ્પિટલમાં ફાયર NOC છે. જે વધારાની હોસ્પિટલ હશે તેની માહિતી સુરત આરોગ્ય પાસે હશે. તેમની પાસે તેમના દ્વારા MOI કરાયું તેની ડિટેઇલ હશે.

ફાયર NOC વગરની સુરતમાં કોવિડની કોઇ હોસ્પિટલ નથી

આ પણ વાંચો : જૂનાગઢ કોર્પોરેશનમાં ફાયર NOC કેન્દ્ર ખોલવામાં આવ્યું

ફાયર NOC લેવામાં માટે એક અરજી કરવાની હોય

હોસ્પિટલે ફાયર NOC લેવામાં માટે એક અરજી કરવાની હોય છે. જે પણ તેમની પાસે સાધનો હોય આલાર્મ સિસ્ટમ હોય, સ્મોક સિસ્ટમ હોય અને ખાસ કરીને તેમની હોસ્પિટલમાં એક ઈમન્જન્સી એક્ઝિટ હોવું જરૂરી હોય છે. જેટલા પણ ફ્લોરનું હોય ફાયર સેફટી રેહવી જોઈએ અને ત્યારબાદ અરજી કરીને ફાયર વિભાગ તરફથી ફાયર સ્ટાફના અધિકારીઓ જઈને નિરીક્ષણ કરે છે. જો બધા જ ફાયર સેફટી ઓકે હોય તો તેઓને ફાયર NOC ફી પણ ભરવાની હોય છે. ત્યારબાદ તેમને NOC આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.