ઓલપાડ ટાઉનમાં આવેલી જલારામ નગર વિસ્તારમાં જલારામ નગરમાં આવેલા પટેલ પરિવાર સગના બેસણાના પ્રસંગમાં તસ્કરો ભર બપોરે ઘરના દરવાજો તોડી બે તિજોરીમાંથી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પટેલ પરિવારે પોતાના નવા ઘર બાંધવા જે મૂડી ભેગી કરી હતી એ તસ્કરો ચોરી જતા પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે.
ઓલપાડ પોલીસની હદમાં બે ચોરીની ઘટના બાદ ઓલપાડ પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું છે. જોકે તસ્કરો રાત્રે નહિ પણ ધોળા દિવસે ચોરીને અંજામ આપી ગયા હતા.ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.