- બારડોલીમાં સુગર ફેક્ટરીમાં ચૂંટણી યોજાઈ
- સહકાર અને કિસાન પેનલ વચ્ચે થયો મુકાબલો
- 13 બેઠકો માટે 2375 મતદારે કર્યું મતદાન
બારડોલી: શ્રી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ (બારડોલી સુગર ફેકટરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું થયું હતું. કુલ 4619 મતદારોમાંથી 2375 મતદારોએ 13 બેઠકો પર મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રમણ પટેલની સહકાર પેનલ અને મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે શનિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી. કુલ 15 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ/જનજાતિ અનામત પર સહકાર પેનલમાંથી રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળીઓની બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો માટે ત્રણ મતદાન કેન્દ્રો પર આજે મતદાન યોજાયું હતું. કુલ 4619 ઉત્પાદક મતદારો પૈકી 2375 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કયા જૂથના કેટલા મતદાતાએ કેટલું મતદાન કર્યું જુઓ...
જૂથ | કુલ મતદાર | મતદાન | ટકાવારી |
મોતા | 370 | 174 | 47.03 |
ખરવાસા | 327 | 171 | 52.29 |
શામપુરા | 450 | 210 | 46.67 |
ઓરણા | 363 | 180 | 49.59 |
સેવણી | 367 | 217 | 59.13 |
પુણા | 472 | 270 | 57.20 |
તુંડી | 380 | 168 | 44.21 |
એના | 419 | 183 | 43.68 |
નિઝર | 419 | 207 | 49.40 |
બારડોલી | 575 | 339 | 58.96 |
મોટી ફળોદ | 477 | 256 | 53.67 |
કુલ | 4619 | 2375 | 51.41 |