સુરત : 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બે વર્ષની બાળકીને તેના પાડોશીએ ઘર નજીક ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પેટમાં બચકા ભરી લીધા હતા બાળકીના શરીર પર અનેક ઈજાઓના નિશાન મળી આવ્યા હતા. સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા કપલેઠા ગામમાં રહેતી બાળકીને તેના પાડોશમાં રહેતા 23 વર્ષીય યુસુફ અવારનવાર રમવા માટે લઈ જતો હતો. 27 ફેબ્રુઆરીના રોજ પણ બાળકીને તે રમવા માટે લઈ ગયો હતો પરંતુ બાળકી ફરી ઘરે આવી નહોતી. જેના કારણે પરિવારએ બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો.
11 દિવસમાં જ ચાર્જશીટ : બાળકી ગુમ થઈ ગઈ છે આ અંગેની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી. પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં બાળકી અને પાડોશી યુસુફની શોધ ખોળ કરી હતી. ત્યારે કપલેઠા ગામ નજીકથી ઝાડી ઝાંખરામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર અનેક ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. પોલીસે તપાસમાં આરોપી યુસુફના મોબાઇલ માંથી અનેક બિભત્સ વિડીયો મળી આવ્યા હતા. ડીએનએ અને સાયન્ટિફિક પુરાવાના આધારે આરોપી સામે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી માસમાં બનેલી આ ઘટનામાં આરોપી યુસુફની ધરપકડ કરાઈ હતી. તેના મોબાઇલમાંથી અનેક વિડીયો મળી આવ્યા હતા. ખાસ કરીને નાના બાળકો સાથે જે અશ્લીલ વિડિયો હોય છે તે પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં નાના બાળકને કઈ રીતે મારી નાખવામાં આવે તે અંગે પણ તેને ઇન્ટરનેટ પર સર્ફિંગ કરી હતી. તેના વિડીયો પણ તેના મોબાઈલ માંથી મળી આવ્યા હતા. વકીલોની દલીલ બાદ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે આરોપીને વધુમાં વધુ સજા મળે તે માટે અમે દલીલ કરીશું. - સરકારી વકીલ નયન સુખડવાલા
વકિલ દ્રારા ભારે સજાની માંગ : આરોપીને બીજી ઓગસ્ટના રોજ સંભવિત સજાનો એલાન સુરત સેશન્સ દ્વારા કરવામાં આવશે. સીઆરપીસી 73 મુજબ સજાનો હુકમ થયા પછી લઘુતમ ત્રણ મહિના અધિકતમ છ મહીના સુધી એકાંત કેદની માંગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. સાથે આ કેસ કેસને રિયરસ્ટ ઓફ ધી રેર ગણવામાં આવે તે આરોપીને ફાંસીની સજા થાય તેની માંગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. આરોપી ના મોબાઈલ 251 જેટલા અશ્લીલ વીડિયો ક્લિપ્સ મળી આવ્યા હતા. સુરત કોર્ટમાં સમભાવિત પ્રથમ વાર છે કે કોઈ દુષ્કર્મના દોષીને સજા બાદ સજામાં એકાંત સજાની માંગણી કરવામાં આવી હોય.