ETV Bharat / state

રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે: શાળા સંચાલક મંડળ - The state government rescinds the resolution or announces

હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવ બાદ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાતના પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે નારાજગી દર્શાવવામાં આવી છે. આ તકે શાળા સંચાલકે ઠરાવ પદ કરવાની રાજ્ય સરકાર પાસે માગ કરી છે.

રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે: શાળા સંચાલક મંડળ

author img

By

Published : Jul 23, 2020, 2:56 PM IST

સુરત: હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવ બાદ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાતના પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે નારાજગી દર્શાવવામાં આવી છે. શાળા સંચાલક મંડળે ઠરાવ રદ કરવાની માગ રાજ્ય સરકાર પાસે કરી છે. આ સાથે જ સરકાર પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી ઓનલાઈન એજયુકેશન બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકાર શિક્ષકો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરે , જેથી શાળાઓ ઓનલાઇન એજયુકેશનની ફી વાલીઓ પાસેથી વસુલાત પણ નહીં કરે.

રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પસાર કરી જ્યાં સુધી શાળાઓ નહીં ખૂલે ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવામાં આવે તેઓ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મંડળે માગ કરી છે કે રાજ્ય સરકાર પોતાનો ઠરાવ રદ કરે અથવા તો શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે જેથી ઓનલાઈન એજ્યુકેશન આપવા શાળાઓ તૈયાર છે, પરંતુ ઠરાવ રદ નહીં કરવામાં આવે તો શાળાઓ પોતાનું ઓનલાઈન એજયુકેશન આપવાની કામગીરી બંધ જ રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.