PSI વી.કે રાઠોડને બાઇકની ડેકીમાં અજાણી બેગ જોવા મળી હતી. આ બેગમાં હીરાના 4 પાર્સલ હતાં, જેની કિંમત રૂ.30 લાખ હતી. સ્વાભાવિક રીતે જ કોઈનું પણ મન ડગમગી જાય તેટલી કિંમતના આ હિરા હતાં.
પણ આખરે આ પોલીસે પોતાની ફરજ અદા કરી હતી. અને તેને હીરાના મૂળ માલિક સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કર્યા હતા અને આખરે તેઓએ આ હીરા વરાછામાં જ હીરા દલાલીનું કામ કરતા ઉમેદભાઈ જેબલિયાને સુપરત કર્યા હતાં. જેમણે મિત્ર સાથે વાતચીત કરતા ભૂલથી હીરાના પાર્સલ ભરેલા બેગને PSIની બાઇકની ડેકીમાં મૂકી દીધી હતી.