ETV Bharat / state

સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાવાઈ - The period of unrest

સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની પ્રવર્તમાન મુદત વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે. નાગરિકોને સુખ-શાંતિ સલામતીનો અહેસાસ કરાવતો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે.

CM વિજય રૂપાણી
CM વિજય રૂપાણી
author img

By

Published : Jul 28, 2021, 11:52 AM IST

Updated : Jul 29, 2021, 11:02 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય
  • 17ઓકટોબર 2017થી 14 માર્ચ-2020થી અમલી બનાઈ
  • તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો

ગાંધીનગર : મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો.

સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાવાઈ

આ પણ વાંચો : ધારાસભ્ય સંગીતા પાટીલે CMને લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી

પ્રવર્તમાન મુદત તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો

સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં તારીખ 17ઓક્ટોબર 2017થી અને લિંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં તા 14 માર્ચ 2020થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે. જે હવે ફરી લંબાવાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં અત્યારે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. તેની પ્રવર્તમાન મુદત તારીખ 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાશે

30 અને 31 જુલાઇએ પૂર્ણ થનારી મુદ્દત વધારાઈ, જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ સુરત શહેરના ધારાસભ્યો સર્વ અરવિંદ રાણા, સંગીતા પાટીલ, પૂર્ણેશ મોદી, સુરત મહાનગરના સંબંધિત વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટરઓ તથા વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનોએ કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતા વિજય રૂપાણીએ અશાંત ધારાની હાલ પ્રવર્તમાન અવધિ તારીખ 30 અને 31 જુલાઇએ પૂર્ણ થાય છે. તેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભનું જાહેરનામું પણ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લંબાવાયો

મિલકતના વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની પૂર્વ મંજૂરી મેળવવાની

રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ કરશે. આ વિસ્તારોમાં મિલકતનું વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઇઓ અનુસાર સુરત કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

Last Updated : Jul 29, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.