- સુરતના ડીંડોલી પોલીસનો માનવીય અભિગમ
- આત્મહત્યાના કેસોનું પ્રમાણ રોકવા હેલ્પલાઈન સેવા શરૂ
- સ્થાનિક એનજીઓની પણ મદદ લેવાઇ
સુરત: શહેરના ડીંડોલી પોલીસનો માનવીય અભિગમ સામે આવ્યો છે. પત્નીના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા અને કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ડીંડોલીના આધેડે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા માટેની વાત હેલ્પલાઈન પર કરી હતી. જોકે, ડીંડોલી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને આધેડને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પુરી પાડી જીવનનું મૂલ્ય સમજાવ્યું હતું.
આધેડે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા માટેની વાત હેલ્પલાઈન પર કરી અને પોલીસે જીવ બચાવ્યો પીઆઈની સૂચનાથી આધેડને દવાથી લઈ જમવા સુધી તમામ વ્યવસ્થા કરીજિલ્લા પોલીસ દ્વારા આત્મહત્યાના કેસોનું પ્રમાણ રોકવા એન્ટી સુસાઈડ હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જીવનથી કંટાળેલા, માનસિક તણાવમાં રહેતા લોકો માટે આ હેલ્પલાઇન અતિ ઉપયોગી સાબિત થઈ રહી છે. જેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડીંડોલીના સ્વસ્તિક ટાઉનશીપમાં રહેતા જયવદન પુરોહિતે હેલ્પલાઇન પર સંપર્ક કરી જીવનથી કંટાળી ગયા હોવાથી અણધાર્યું પગલું ભરવા જઈ રહ્યા હોવા અંગેની હકીકત જણાવી હતી. જોકે, જિલ્લા પોલીસની એન્ટી સુસાઇડ હેલ્પલાઇનના ACP સી.એમ.જાડેજા દ્વારા તાત્કાલિક ફોન ચાલુ રાખી ડીંડોલી પોલીસ મથકના પીઆઇ મહેન્દ્ર ચૌહાણને જાણ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસ મથકના પીઆઈ મહેન્દ્ર ચૌહાણે પોતાના પોલીસ સ્ટાફના માણસ નવીનભાઈ ચૌધરીને તાત્કાલિક દોડાવ્યા હતા. આધેડની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. તબિયત સારી ન હોવાના કારણે તેની પાસે દવા ના પૈસા પણ ન હતા અને બે સમયનું ભોજન પણ મેળવવું મુશ્કેલ બની રહ્યું હતું. પીઆઈની સૂચનાથી આધેડને દવાથી લઈ જમવા સુધી તમામ વ્યવસ્થા કરી અપાઈ હતી. જે માટે સ્થાનિક એનજીઓની પણ મદદ લેવાઇ હતી.આવકનું સાધન નથી તેમજ ઘરની હાલત પણ વધારે સારી ન હતીડીંડોલી પી.આઈ એચ.એમ.ચૌહાણે કહ્યું કે, આધેડ પાસેથી માહિતી મળી હતી કે, તેમના પત્ની દેવલોક પામ્યા છે. બે બાળકો નડિયાદ આશ્રમમાં ભણે છે અને સેવા કરે છે અને તેમને ડાયાબિટીસ અને હાઈપરટેંશનની બિમારી પણ છે અને આવકનું સાધન નથી. તેમજ ઘરની હાલત પણ વધારે સારી ન હતી. જેથી સામાન્ય લોકોની સાથે તો ખરો જ પરંતુ સિનિયર સિટીઝન પ્રત્યેનો માનવીય અભિગમ અપનાવી અમે તેમની મદદ કરી છે. હાલ તેઓ બાળકો જોડે છે અને અમારા સંપર્કમાં છે.આધેડને 1 મહિનાની દવા પહોંચાડી પોલીસ કોન્સ્ટેબલ નવીન ચૌધરીએ કહ્યું કે, 15 મિનિટમાં અમે ઘરે પહોંચ્યા હતા અને સતત 15 દિવસ સુધી તેમની સાથે કોન્ટેક્ટમાં રહીને મદદ કરી હતી. જમવાની વ્યવસ્થા માટે સોશિયલ વર્કર કવિતા દુબેની મદદ પણ લેવાઈ હતી અને બે સમયનું ભોજન પીસીઆર વેન થકી પહોચાડાયું હતું. આ ઉપરાંત 1 મહિનાની દવા પહોંચાડી છે. પેપરમાં જાહેરાત વાંચી હતી અને ફોન કર્યો હતોઆધેડ જયવદન પુરોહિતે કહ્યું કે, પેપરમાં જાહેરાત વાંચી હતી અને ફોન કર્યો હતો. જ્યાંથી તાત્કાલિક મને સુવિધા આપવામાં આવી હતી. જમવાનું અને દવા પણ મને પહોંચાડવામાં આવી છે. આજે હું મારા દીકરા જોડે સારી રીતે રહું છું અને અહીંયા મને બધી સુવિધાઓ મળે છે. સમગ્ર ડીંડોલી પોલીસ ટીમ અને હેલ્પલાઈનના સાહેબોનો હું દિલથી આભાર માનું છું.