સુરત: GST નહીં ભરનાર સામે GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં GST વિભાગે પાર્ટી પ્લોટ, કેટરિંગ અને ડેકોરેટર્સના ત્યાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી 38.06 કરોડના બેહિસાબના વ્યવહારો મળી આવ્યા હતાં. આ સાથે 7.06 કરોડ વસૂલાત કરવા સ્ટેટ GSTએ નોટીસ ફટકારી છે.
સુરતના એ.એમ.ટપાલી મંડપ, વન ટચ ડેકોરેટર્સ, કૈલાશ સ્વીટ્સ એન્ડ રેસ્ટોરન્ટ, રિદ્ધિ સિદ્ધિ ડેકોરેટર્સ અને સુવર્ણભૂમિ લોન્સ સહિત મણીબા પાર્ટી પ્લોટને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગના અધિકારીઓને આશંકા હતી કે, લગ્નસરાની સીઝનમાં મોટી કમાણી કર્યા બાદ આ લોકો GSTની ચોરી કરી રહ્યા છે. આ શંકાના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સિવાય સી.બી.પટેલ પાર્ટી પ્લોટ, અને વી.આર.વન ઇવેન્ટસના સંચાલકોને ત્યાંથી GST ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જે તમામને નોટીસ ફટકારવામાં આવી છે.