ESIC બિલ્ડીંગને પાડવાની કામગીરીને કારણે ઉભું થયેલું ધૂળભર્યુ વાતાવરણ મજૂર ગેટ ચાર રસ્તાના વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બન્યું છે. વાહનચાલકોને ધૂળના કારણે વાહન ચલાવવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. તો અકસ્માત સર્જાવવાની ભીતિ રહે છે. તેમજ રસ્તો ચોખ્ખો દેખાતો ન હોવાથી ટકરાટ થતાં રાહદારીઓ અને વાહનચાલકો વચ્ચે અવારનવાર કજિયા થતાં રહે છે. આ ઉપરાંત ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે.
આમ, છેલ્લાં કેટલાંય દિવસથી ચાલતી આ બિલ્ડીંગની કામગીરીને કારણે સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. માટે સ્થાનિકોએ આ મુદ્દે નિવારણ લાવવાં સ્થાનિક તંત્ર જૂઆત કરી છે.