ETV Bharat / state

Exclusive: રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે - બોક્સર

સુરત: યુવતીઓ એવી રમતો પસંદ કરે છે જેમાં યુવાનોનું પહેલાથી વર્ચસ્વ રહ્યું છે. આવી જ એક રમત છે બૉક્સિંગ. શહેરમાં રહેતી આરતી ગુજરાત તરફથી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપ રમવા જઈ રહી છે. આરતીના પિતા રિક્ષાચાલક છે અને તેની આજીવિકાની સાથે પરિવારનું ભરણપોષણ કરે છે. આ ઉપરાંત આરતીને રાષ્ટ્રીય કક્ષાની બોક્સર પણ બનાવી દીધી છે. પિતા-પુત્રીની આ અનોખી કહાની સમાજ માટે પ્રેરણા દાયક છે.

રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
author img

By

Published : Dec 9, 2019, 12:26 AM IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા બોક્સિંગ સ્ટેડિયમમાં સતત પ્રેકટીસ કરનાર આરતી આવનારા નેશનલ કક્ષાની યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે તે ચારથી પાંચ કલાક સુધી મહેનત કરી રહી છે. આરતી નોકરી પણ કરે છે અને નોકરી પૂરી કર્યા બાદ પ્રેક્ટિસ પણ કરે છે. મેરી કોમના જીવનમાંથી પ્રેરણા લઈ તેની જેમ પોતે પણ પરિવાર અને નોકરીની સાથે બોક્સિંગનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.

રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

આરતી નેશનલની સાથે ઓલમ્પિકમાં પણ રમવા ઇચ્છે છે જેને કારણે તે મહેનત કરે છે. આરતી નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક વખત સિલ્વર અને બ્રોન્ઝ પણ મેળવી ચૂકી છે. આરતીના પિતાએ જિંદગીમાં વોચમેનનીથી લઇ રેલવે સ્ટેશન પર વાસણ ધોવાની સાથે તેઓ હાલ રીક્ષા ચલાવી રહ્યા છે. ચાર બાળકો હોવા છતાં તેઓ ક્યારેય પણ આરતીને મહેસૂસ થવા દેતા નથી કે ઘરમાં આર્થિક સંકળામણ છે, તેને બોક્સિંગમાં જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે નહીં આરતીને જે પણ વસ્તુઓની જરૂર હોય, અથવા દેશમાં કોઈપણ જગ્યાએ ટુર્નામેન્ટ રમવા જવાની હોય તેનો તમામ ખર્ચ અત્યાર સુધી તેના પિતાએ ઉઠાવ્યો છે.

બોક્સિંગ અને સ્ત્રી' મોટેભાગે આ કોમ્બિનેશન કોઇ રીતે શક્ય ન હોય તેવી લાગી રહ્યુ હશે પણ સુરતની સિનિયર નેશનલ રમી ચૂકેલી આરતી એકવાર ઘૂંટણની ઈન્જરી કરાવી હોવા છતા હાર નહી માની અને બોક્સિંગમાં પરત ફરી યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Intro:સુરત : યુવતીઓ એવી રમતો પસંદ કરે છે જેમાં યુવાનોનું પહેલાથી વર્ચસ્વ રહ્યું છે. આવી જ એક રમત છે બૉક્સિંગ, સુરત શહેરમાં રહેતી આરતી ગુજરાત તરફથી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપ રમવા જઈ રહી છે. આરતીના પિતા રિક્ષાચાલક છે, અને તેની આજીવિકાની સાથે પરિવારનું ભરણપોષણ કરે છે અને આરતીને રાષ્ટ્રીય કક્ષાની બોક્સર પણ બનાવી દીધી છે. પિતા-પુત્રીની આ અનોખી કહાની સમાજ માટે પ્રેરણા દાયક છે.

Body:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા બોક્સિંગ સ્ટેડિયમમાં સતત પ્રેકટીસ કરનાર આરતી આવનાર નેશનલ કક્ષાની યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર છે. બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેળવવા માટે તે સતત ચારથી પાંચ કલાક સુધી બોક્સિંગ રિંગમાં ભારે મહેનત કરી રહી છે. આરતી નોકરી પણ કરે છે અને નોકરી પત્યા પછી પાર્ટટાઈમ બોક્સિંગ ની પ્રેક્ટિસ કરે છે.મેરી કોમના જીવનમાંથી પ્રેરણા લઈ ને તેને લાગ્યુ કે તે પણ મેરી કોમની જેમ પોતે પણ પરિવાર અને નોકરીની સાથે બોક્સિંગનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.

આરતી નેશનલની સાથે સાથે ઓલમ્પિકમાં પણ રમવા ઇચ્છે છે જેને કારણે તે ખૂબ મહેનત કરે છે આજ કારણ છે કે તે સતત બોક્સિંગમાં દિવસ રાત મહેનત કરી રહી છે. આરતી નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક વખત સિલ્વર અને બ્રોન્ઝ મેળવી ચૂકી છે રાષ્ટ્રીય લેવલે રમી ચુકેલી સુરતની આરતી કામી ઓલમ્પિકમાં મેરી કોમની જેમ રમીને દેશનું નામ રોશન કરવા માંગે છે. આરતીએ જણાવ્યું હતુ કે તેની આ મહેનત પાછળ જો કોઈ વ્યક્તિ હોય તો તેના પિતા છે જે છેલ્લા કેટલાય વર્ષોથી રિક્ષા ચલાવીને તેમનું ભરણપોષણ કરી રહ્યા છે એટલું જ નહી બોક્સિંગ ની પ્રેક્ટિસ કરતી વખતે તેનુ લિગામેન્ટ ફાટી ગયું હતુ. લાખોના ખર્ચ આવતા પિતાએ પોતાની રિક્ષા ગીરવે મૂકી દીધી હતી. અને દોઢ લાખનું કરજ લઈ પિતાએ આરતી ની સારવાર કરાવી હતી. ડોક્ટરે કહ્યું હતુ કે જો હવે આરતી બોક્સિંગ રમશે અને ત્યારબાદ કઈ પણ થાય તો તેની જવાબદારી ડોક્ટરોની રહેશે નહી. છતાં બોક્સિંગમાં નવી ઉંચાઈ પામવાની ચાહત આરતી ને બોક્સિંગની પ્રેક્ટિસ કરતા રોકી શકતી નથી.

આરતીના પિતાનો સંઘર્ષ જોઈ કોઈને પણ તેમના માટે આદરભાવ થાય તેમણે પણ જિંદગીમાં વોચમેનનીથી લઇ રેલવે સ્ટેશન પર વાસણ ધોવાની સાથે તેઓ હાલ રીક્ષા ચલાવી રહ્યા છે. ચાર બાળકો હોવા છતાં તેઓ ક્યારેય પણ આરતીને મહેસૂસ થવા દેતા નથી કે ઘરમાં આર્થિક સંકળામણ છે, તેને બોક્સિંગમાં જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે નહીં આરતી ને જે પણ વસ્તુઓની જરૂર હોય,અથવા દેશમાં કોઈપણ જગ્યાએ ટુર્નામેન્ટ રમવા જવાની હોય તેનો તમામ ખર્ચ અત્યાર સુધી તેના પિતાએ ઉઠાવ્યો છે. આરતીના પિતા મોતીલાલએ જણાવ્યુ હતુ કે તેઓ ક્યારેય પણ દીકરા-દીકરી માં ભેદ રાખતા નથી તેઓની ઈચ્છા છે કે દીકરી રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે અને દેશનું નામ રોશન કરે.

Conclusion:બોક્સિંગ અને સ્ત્રી' મોટેભાગે આ કોમ્બિનેશન જામતું નથી પણ સુરતની સિનિયર નેશનલ રમી ચૂકેલી આરતી કામી એકવાર ઘૂંટણની ઈન્જરી કરાવી હોવા છતા  હાર નહી માની અને બોક્સિંગમાં પરત ફરી યુવા ઓ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બાઈટ : આરતી કામી

બાઈટ : કામી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.