ETV Bharat / state

બોલો લ્યો..! આધાર કાર્ડના કમ્પ્યુટર ઓપરેટરે આ યુવકની ઉંમર 100 વર્ષ વધારી દીધી

બારડોલીના મઢી ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તસવીરમાં દેખાતા યુવકને જુઓ તો સામાન્ય રીતે 22 વર્ષનો લાગી રહ્યો છે પણ સરકારી રેકોર્ડ મુજબ તેની ઉંમર 122 વર્ષની છે.

adhar card issue
આધાર કાર્ડના કમ્પ્યુટર ઓપરેટરે આ યુવકની ઉંમર 100 વર્ષ વધારી દીધી
author img

By

Published : Sep 15, 2020, 10:49 PM IST

સુરતઃ જિલ્લાના બારડોલીના મઢી ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકને જોતા તે 22 વર્ષનો લાગી રહ્યો છે પણ સરકારી રેકોર્ડ મુજબ તેની ઉંમર 122 વર્ષની છે. આધાર કાર્ડ મુજબ તેમનો જન્મ 21 સદી નહીં પણ 19મી સદીમાં થયો છે. આટલું વાંચીને તમે ચોંકી ગયા હશો પણ આ વાત સત્ય છે. આ વાતને સત્ય બનાવી છે આધાર કેન્દ્ર પર કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટરોએ...

આધારકાર્ડ, વૉટિંગ કાર્ડ કે અન્ય કોઈ પણ સરકારી દસ્તાવેજમાં નામ, સરનામા કે જન્મતારીખ લખવામાં ભલે ઓપરેટરે ભૂલ કરી હોય પરંતુ તેની એક ભૂલ લોકોને દોડતા કરી મૂકે છે. આવું જ મઢી ગામના બેડી ફળિયામાં રહેતા યતિનકુમાર બાલુભાઈ ચૌધરી સાથે થયું છે. તેમણે આજથી 5 વર્ષ પહેલા આધાર કેન્દ્ર પર પોતાનું આધાર કાર્ડ ઇશ્યૂ કરાવ્યું હતું. જેમાં તમામ વિગતો યોગ્ય લખાઇ હતી પરંતુ તેની જન્મ તારીખમાં 22/07/1998ની જગ્યાએ ઓપરેટરે ભૂલથી 22/07/1898 કરી દીધું હતું. આથી સરકાર માન્ય આધાર કાર્ડ પર તેની ઉંમરમાં સીધો 100 વર્ષનો વધારો થઈ ગયો હતો.

adhar card issue
આધાર કાર્ડના કમ્પ્યુટર ઓપરેટરે આ યુવકની ઉંમર 100 વર્ષ વધારી દીધી

આ ઉપરાંત અન્ય દસ્તાવેજ અને આધારકાર્ડની જન્મ તારીખમાં ફરક હોય તો તેના કોઈ સરકારી કામ, બેન્ક એકાઉન્ટ કે સરકારી નોકરી મેળવવામાં પણ આ આંકડો બાધારૂપ બની રહ્યો છે. મંગળવારના રોજ યુવક બારડોલી નગરપાલિકા ખાતે કાર્યરત આધાર કેન્દ્ર પર સુધારો કરાવવા માટે પહોંચ્યો હતો. ત્યાં ઓપરેટરે ઉંમરમાં મોટો ફરક હોવાથી આ સુધારો મુંબઈમાં જ કરાવી શકાય એમ કહી સુધારો કરાવવાની ના કહી દીધી હતી.

યુવકે જણાવ્યું હતું કે, હું આ એક આંકડાની ભૂલને કારણે ભટકી રહ્યો છું. હું બેન્કમાં મારૂ ખાતું પણ ખોલાવી શકતો નથી અને નોકરી કે સરકારી લાભ મેળવી શકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.