સુરતઃ રાજ્યના હાલોલ ચેકપોસ્ટ પરથી ગુજરાત પોલીસ દ્વારા સુરતથી રવાના થયેલી ચાર બસ પરત મોકલવામાં આવતા શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે લોકોનું કહેવું છે કે, એમપી બોર્ડર પર તેમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે યુપી જવા માટેની પરવાનગી નથી.
પ્રવાસીઓનું કહેવું છે કે, હાલોલ ચેકપોસ્ટ પર પરવાનગીના કાગળો જોવાની પણ પોલીસે તસ્દી ન લીધી. હાલ તેઓની હાલત કફોડી બની છે કારણ કે તેઓ પોતાના મકાનો છોડીને પોતાના વતન જવા માટે રવાના થયા હતા અને પરત આવીને કેવી રીતે રહેશે મોટો પ્રશ્ન છે.