- સુરત અમરોલી છાપરાભાઠા ખાતે મહિલાનો મૃતદેહ મળી આવ્યો
- મૃતદેહ મળતા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી
- હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ
સુરત: અમરોલી છાપરાભાઠા ખાતે ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહિલાનો મળી આવ્યો મૃતદેહ મળી આવ્યો
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર પુરૂષોત્તમ નગરમાં રહેતા 42 વર્ષીય સંતોષીબેન કેવટના પતિ આકાશ કામરાજભાઇ કેવટ રેડીમેડ કપડાની દુકાન અને શાકભાજીનો ધંધો કરતા હતા. તે સમયે સંતોષીબેન દુકાનેથી ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મંગળવારની રાત્રે પટેલપાર્ક સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા પ્લોટના કંમ્પાઉન્ડની દિવાલની અંદર ઝાડી ઝાંખરામાંથી સંતોષીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જોકે સંતોષીબેનનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.
અમરોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ
હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ પોલીસે સંતોષીબેનના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. અને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.