કતારગામ વિસ્તારમાં રહેતા તળશીભાઈ કોશિયા કતારગામમાં હીરાનો વ્યાપાર કરે છે. છેલ્લા ત્રણેક દિવસથી તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવતો હતો. ફોન કરનાર કહેતો કે મુંબઈથી રાણાભાઈએ પાર્ટી ફંડમાં 50 લાખ રૂપિયા મંગાવ્યા છે. તે તમારે આપવા પડશે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્રણેક દિવસ સુધી ફોન આવતા તળશીભાઈ હેરાન થઈ ગયા હતા. તેઓ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચે તાત્કાલિક જે નંબર પરથી ધમકીભર્યા ફોન આવતા હતા તે નંબરની તપાસ કરી હતી. તેના આધારે ક્રાઇમ બ્રાંચ આરોપી સુધી પહોંચી ગઈ હતી. ક્રાઇમ બ્રાંચે કતારગામ વિસ્તારમાં રહેતા આરોપી પાવન ગઢિયાની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે પાવન ગઢિયા હાલમાં બેકાર છે. તેના પર દેવું હોવાથી તેને ટૂંકા રસ્તે રૂપિયા મેળવવા ધમકી આપી હતી. તેને એક મુવી પરથી આ આઇડિયા આવ્યો હતો. વ્યાપારી તળશીભાઈના દિકરાને ઓળખે છે. તેના કારણે પાવનને તળશીભાઈ વિશે તમામ માહિતી હતી.