- રૂપિયા ત્રણ કરોડની ખંડણી માંગી
- મોડી સાંજે રૂપિયા એક કરોડ અપહરણકારોને આપી દેવામાં આવ્યા
- મોડી રાત સુધી પોલીસે ઓપરેશન ચાલુ રાખ્યું
સુરત: ઘોડદોડ રોડની કરીમાબાદ સોસાયટીમાં રહેતા ખોજા સમાજના યુવાન અને બેગના વેપારી કોમિલ દૂધવાલાનું જીમમાં જતી વખતે ઘર નજીકથી સ્કોડા કારમાં આવેલા ચાર જણા બળજબરીથી કારમાં અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ તેને છોડી દેવાના બદલે રૂપિયા ત્રણ કરોડની ખંડણી માંગી હતી. જોકે મોડી સાંજે રૂપિયા એક કરોડ અપહરણકારોને આપી દેવામાં આવ્યા હતા. જેથી કોમિલને કામરેજ પાસે છોડી દેવાયો હતો. પરંતુ મોડી રાત સુધી પોલીસે ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને કોસંબા તરસાડી પાસેથી 8 આરોપીઓને કોસંબા બ્રિજ નીચેથી ઝડપી લીધા હતા. પોલીસે બે તમંચા, રોકડા રૂપિયા 99 લાખ, એક કાર સહિત બાઈક કબજે કર્યા હતા.
પોલીસે બે તમંચા, રોકડા રૂપિયા 99 લાખ, એક કાર સહિત બાઈક કબજે કર્યા હતા. આરોપી ઈર્શાદ મુલતાની કોમિલને ત્યાં બેગ સપ્લાય કરતો ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા ખોજા સમાજના અનવર દૂધવાલા શહેરની ભાગોળે મસ્કતી હોસ્પિટલની સામે સ્કૂલ બેગની દુકાન ધરાવે છે. અનવર દૂધવાલાને ધંધામાં તેનો પુત્ર કોમિલ મદદ કરે છે. આઠ પૈકીનો એક આરોપી ઈર્શાદ મુલતાની કોમલને ત્યાં બેગ સપ્લાય કરતો હતો. તેના માથે લાખો રૂપિયાનું દેવું થયું હતું. તેને એમ હતું કે કોમિલના પરિવાર પાસે ઘણા રૂપિયા છે. જેથી તેણે પોતાના સાગરિતોને ભેગા કરીને અપહરણનો પ્લાન બનાવ્યો હતો. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઈસતીયક રફીક શેખ છે.
લોકેશન કામરેજ-માંડવી અને કીમ-કોસંબા વચ્ચે આવતું હતુંકોમિલ દૂધવાલાના અપહરણકારોની ટોળકી દ્વારા કોમિલના જ મોબાઇલ પરથી તેના પિતા અનવર દૂધવાલાને ફોન કરી ખંડણીની માંગણી કરતા હતા. પોલીસને કોમિલના મોબાઇલનું લોકેશન કામરેજ માંડવી અને કીમ, કોસંબા વચ્ચે મળી આવ્યું હતું. કોમિલને છોડી દેવાયા બાદ પોલીસ વધુ આક્રમક બની હતી અને પોલીસ કોઇપણ સંજોગોમાં અપહરણકારોને સુરતની હદ છોડવા દેવા માંગતી ન હતી. પોલીસે સતત પીછો કરીને તમામને પકડી લીધા હતા.
પોલીસે બે તમંચા, રોકડા રૂપિયા 99 લાખ, એક કાર સહિત બાઈક કબજે કર્યા હતા. એક કરોડ રૂપિયા મળવાના કારણે આરોપીઓ બિન્દાસ થઈ ગયા હતાવેપારીના પુત્રનું અપહરણ કરી લીધા બાદ આરોપીઓએ તેના પિતા પાસે ત્રણ કરોડની માગણી કરી હતી. પિતાએ એક તરફ પોલીસને જાણ કર્યા બાદ બીજી તરફ ત્રાહિત વ્યક્તિના માધ્યમથી એક કરોડ રૂપિયા આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા. એક કરોડ રૂપિયા મળવાના કારણે આરોપીઓ બિન્દાસ થઈ ગયા હતા. અપહરણકારોને હતું કે હવે કોઈ પોલીસ કેસ નહીં થાય અને પોલીસ પણ નહીં શોધે. વેપારીઓએ ડરીને પૈસા આપી દીધા છે. જોકે, પોલીસ માત્ર કોમિલની મુક્તિની રાહ જોતી હતી અને બિન્દાસ બનેલા અપહરણકારો પોલીસની ઝપેટમાં આવી ગયા હતા.