સુરત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભાજપના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ (Tejasvi Surya Public Meeting in Surat) સુરતમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા (Tejasvi Surya Public Meeting in Surat) ગજવી હતી.
આ પ્રસંગે જનસભા (Tejasvi Surya Public Meeting in Surat) સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો અને યુવાનોની વ્યાપક ભાગીદારી એ ભાજપમાં વિશ્વાસ હોવાનું સ્પષ્ટપણે દેખાડી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિનની સરકાર વિજયી બનશે. તેમ જ વિકાસનો વિજય થશે.
15થી 20 સીટ માટે કૉંગ્રેસ જોડે ટક્કર માત્ર નામ માટે જ છે ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ (Tejasvi Surya Public Meeting in Surat) જનસભા સંબોધતા કહ્યું હતું કે, હું છેલ્લા 15-20 દિવસમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યો છું. સૌરાષ્ટ્ર, કર્ણાવતી, સાબરકાંઠામાં પ્રવાસ કર્યો અને મને આ બધી જગ્યાએ એક જ પાર્ટીના કાર્યકર્તાઓને હું જોઈ રહ્યો છું. એ ખાલી આપણી જ પાર્ટી છે. વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપની ટક્કરમાં કોઈ નથી. 15થી 20 સીટ માટે કૉંગ્રેસ જોડે ટક્કર છે. એ પણ માત્ર નામ માટે જ છે.
કૉંગ્રેસ નેતા ગુજરાતનો રસ્તો ભૂલી ગયા લાગે છે જ્યારે કૉંગ્રેસના કાર્યકર્તાઓ તેમના નેતાઓને પૂછે છે કે, આપણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ક્યારે આવશે? ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ કોઈ પણ કૉંગ્રેસ નેતા ગુજરાતમાં આવ્યો નથી.
ચૂંટણીઓ રાજકીય પાર્ટીઓ માટે તહેવાર હોય છે વધુમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણીઓ (Gujarat Election 2022) રાજકીય પાર્ટીઓ માટે તહેવાર હોય છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટીના લોકો જોવા મળતા જ નથી. મારા જેવા કાર્યકર્તાઓ એક દિવસમાં ચારથી પાંચ જનસભાઓ કરી પાર્ટીને જીતાડવા માટે મહેનત રહ્યા છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કર્ણાટક, તેલંગાણા તથા મહારાષ્ટ્રમાં વોકિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અહીં પણ નથી. તેઓ જાણી રહ્યા છે કે, રાજકીય વજનમાં વધારો થશે નહીં, પરંતુ વોકિંગ કરીને મારા પોતાનું વજન તે ઘટાડી દઉં એટલે તેઓ વોકિંગ (bharat jodo yatra congress) કરી રહ્યા છે.