સુરતઃ સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબોલી ગામમાં લગ્નનો પ્રસંગ મોતની ચીસોથી ગાજી ઉઠ્યો હતો.આંબોલીમાં લગ્નની જાનમાં આવેલ ડીજેના ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. આંબોલીમાં વીજકરંટથી કિશોરનું મોત થવા ઉપરાંત જ્યારે અન્ય 3 યુવાન ઇજાગ્રસ્ત થયાં હતાં. તેઓને 108ની મદદથી માંડવી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વસાવા ફળિયામાં હતાં લગ્ન : માંડવી તાલુકાના આંબલી ગામે નિશાળ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશભાઈ રમેશભાઈ વસાવા પત્ની અને બે પુત્રો સાથે રહે છે. ગતરોજ તેઓના ફળિયામાં રહેતા ધીરુભાઈ વસાવાની પુત્રી નિશાના લગ્ન હતાં અને બીલીમોરાથી જાન આવી હતી. જે જાનમાં રાકેશભાઈ અને તેમનો 14 વર્ષીય મોટો પુત્ર આયુષ ગયા હતા. દરમિયાન આયુષ ડીજે સાઉન્ડનાં સ્પીકર પર ડીજે સાઉન્ડના અન્ય 3 કારીગરો સાથે બેઠો હતો.
આ પણ વાંચો Electrocution Death : કંબોલામાં ખેતરમાં કરંટ લાગતા ખેડૂતનું મોત, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
આ રીતે બની ઘટના : ડીજેનો ટેમ્પોચાલક ટેમ્પો રિવર્સ કરી રહ્યો હતો. દરમિયાન ઉપરથી પસાર થતો વીજ તાર નજીક આવતા આયુષે હાથથી વીજતાર પકડી ઊંચો કરવા જતાં ઉપર બેસેલા ચારેયને કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે ત્યાં હાજર એક યુવાને 108ને જાણ કરી તેઓની મદદથી ચારેયને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે 14 વર્ષીય આયુષને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડી.જેનાં કારીગર આકાશ રાયજા વસાવે, ઉ.વ.28 રહે. નંદુરબાર ( મહારાષ્ટ્ર ), પંકજ અરવિંદ પાડવી, ઉ.વ.21 રહે. સાબરકાંઠા, નર્મદા અને વીનેશ પારસિંગ વસાવા, ઉ.વ.23 રહે. ડેડીયાપાડા નર્મદાને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
બે દિવસ પહેલા કામરેજ તાલુકામાં પણ કરંટ લગતા યુવકનું મોત થયું હતું : કામરેજ ગામ પંચાયતમાં સફાઇ કામદાર તરીકે કામગીરી કરતા પ્રવીણભાઇ મહિડા પોતાનાં સાઢુભાઇ લાલુભાઇ કીડીયાભાઇ માલીવાડ સાથેે કામરેજ ગામથી બાપા સીતારામ ચોક જવાના રસ્તા ઉપર આસોપાલવ સોસાયટી તરફ જવાનાંં રસ્તાના નાકે સફાઇ કામગીરી કરી કચરો સળગાવતા હતા. ત્યારે ત્યાં આગળ આવેલી જીઇબીની ડીપી બાજુમાંથી લાલુભાઇ પસાર થતો હતો તે વખતે ડી પીનાંં જમ્પરનો વીજ વાયર પોલ સાથે લટકતી હાલતમાં હતો. જીવંત વીજ તારનો કરંટ યુવકના માથાના કપાળનાં ભાગે તેમજ જમણા ગાલ પર લાગતા યુવક જગ્યા પર જ પડી ગયો હતો. જેને સાથેનાંં કામદારેે પમ્પીંગ કરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળી હતી. બાદમાં બેભાન હાલતમાં 108 માં કામરેજ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરનાં ડોકટરે જોઇ તપાસી મરણ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો વાયરમાંથી પતંગ કાઢવા જતા બાળકોને લાગ્યો વીજ કરંટ! પરીવારનો થ્યો જીવ એધ્ધર
મૃતક યુવક દસ દિવસ પહેલા જ કામરેજ ગ્રામ પંચાયતમાં નોકરીએ જોડાયો હતો : જીઇબીની બેદરકારીથી મોતને ભેટેલા લાલુભાઇ માલીવાડ દસ બાર દિવસ પહેલા જ રાજસ્થાનથી પત્ની અને બેે બાળકો સાથે કામરેજ આવ્યા હતા અને સાઢુભાઇ સાથે સફાઇ કામગીરીમાં જોડાયા હતા. સફાઇકામ દરમ્યાન અચાનક કરંટ લાગતા યુવાનવયે મોત નીપજતાં બે નાનાં પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી જ્યારેે ગરીબ પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો હતો.