ETV Bharat / state

Teacher Beat Student : સુરતની સાધના નિકેતન શાળાની ફૂલ જેવી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ 35 તમાચા માર્યા, હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો - સુરત જિલ્લા શિક્ષણ અધિકારી

સુરતની એક શાળામાં જીવ હચમચાવી નાખતો કિસ્સો બન્યો છે. ચાર વર્ષની માસુમ બાળકીને શાળાની શિક્ષિકાએ નજીવી બાબતે બે-ચાર નહીં પરંતુ 35 તમાચા માર્યા હતા. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાબદાર અધિકારીઓના નિવેદન સામે આવી રહ્યા છે. જુઓ આ અહેવાલ...

Teacher Beat Student
Teacher Beat Student
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 3:47 PM IST

શાળાની ફૂલ જેવી વિદ્યાર્થીનીને શિક્ષિકાએ 35 તમાચા માર્યા

સુરત: શિક્ષક દ્વારા આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ વિદ્યાર્થીઓને આજીવન યાદ રહે છે. પરંતુ સુરતની એક શિક્ષિકા દ્વારા ચાર વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તે માસૂમ બાળકી આજીવન ભૂલી શકશે નહી. આમ તો શિક્ષિકાનું નામ જશોદા છે પરંતુ કામ હેવાનિયત ભર્યું છે. ક્લાસમાં શિક્ષિકા જશોદાબેને ચાર વર્ષની માસુમ વિદ્યાર્થીનીને બે-ચાર નહીં પરંતુ 35 તમાચા માર્યા હતા. માત્ર સારી રીતે હોમવર્ક ન કરવાના કારણે વિદ્યાર્થીનીને શિક્ષિકાએ ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

શું હતો મામલો?: સુરત શહેરના પુણાગામ વિસ્તાર ખાતે આવેલી સાધના નિકેતન શાળામાં શિક્ષિકા કઈ રીતે હેવાન બની જાય છે તે સીસીટીવી કેમેરામાં કેદ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હિતેશભાઈ સરવૈયા અને તેમની પત્ની ધારાબેન સરવૈયા ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે તેમની ચાર વર્ષની બાળકીના પીઠ પર માર માર્યાના નિશાન જોયા હતા. બાળકી જ્યારે શાળાથી પરત ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલતી વખતે માતાએ જોયું કે તેના શરીર પર માર મારવાના અનેક નિશાન છે.

'અમે શિક્ષિકાને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, માત્ર એક જ તમાચો માર્યો છે. શિક્ષિકાએ 35 લાફા મારી દીકરીના પીઠ પર માર્યા છે. હવે અમે શિક્ષિકા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જઈ રહ્યા છીએ.' -હિતેશ સરવૈયા, બાળકીના પિતા

શિક્ષિકાએ 35 તમાચા માર્યા : માતાને આ અંગે માતાએ બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ જણાવ્યું હતું કે, જશોદા મેડમે તેને ક્લાસની અંદર માર માર્યો છે. આ સમગ્ર મામલે વાલી તરત જ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે, તેણે માત્ર એક જ તમાચો માર્યો છે. બીજા દિવસે જ્યારે શાળા સંચાલકો દ્વારા ક્લાસની અંદર લગાડવામાં આવેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે બાળકીને શિક્ષિકાએ બે-ચાર નહીં પરંતુ 35 જેટલા તમાચા પીઠ પર માર્યા હતા.

'પરિવારના સભ્યોએ જ્યારે અમને જણાવ્યું કે આવી ઘટના બની છે. અમે સીસીટીવીની ચકાસણી કરી અને જોયું કે શિક્ષિકા બાળકીને માર મારે છે. તો અમે તરત જ શિક્ષિકા જશોદા ખોખરી પાસેથી રાજીનામું લઈ લીધું છે.' -નેમુભાઈ, શાળાના ટ્રસ્ટી

માસુમ બાળકીની પીડા : જુનિયર કેજીમાં ભણતી પીડિત બાળકીએ જણાવ્યું હતું કે, ક્લાસમાં લેસન ન કરવાના કારણે શિક્ષિકાએ તેને હાથથી માર માર્યો હતો અને તે રડવા લાગી હતી. ટીચરે મને બહુ માર માર્યો છે.

ઘટના CCTV માં કેદ : બાળકીના પિતા હિતેશભાઇ સરવૈયાએ જણાવ્યુ હતુ કે, અમે શિક્ષિકાને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, માત્ર એક જ તમાચો માર્યો છે. ભૂલ થઈ ગઈ છે હવે નહીં મારું. હું સ્કૂલે આવ્યો ત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ હતી. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે અમે કેમેરા ચેક કરી લઈશું. બીજા દિવસે હું શાળાએ પહોંચ્યો અને કહ્યું કે મને સીસીટીવી બતાવો. શિક્ષિકાએ 35 લાફા મારી દીકરીના પીઠ પર માર્યા છે. હવે અમે શિક્ષિકા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જઈ રહ્યા છીએ.

'દરેક શાળાને તાકીદ કરવામાં આવે છે કે હોમવર્કને લઈ જે નિયમ છે તે પ્રમાણે બાળકોને હોમવર્ક આપવામાં આવે અથવા તો તેમની સામે પણ એક્શન લેવામાં આવશે.' -દિપક દરજી, જિલ્લા શિક્ષણ અધિકારી, સુરત

માતાનો રોષ: બાળકીની માતા ધારા સરવૈયાએ જણાવ્યું હતું, મારી છોકરી ચાર વર્ષની છે. દીકરીને ઢોર માર માર્યો છે અને જણાવ્યું છે કે હોમવર્ક ન કરવાના કારણે તેને માર મારવામાં આવ્યો છે. હું રોજ તેને હોમવર્ક કરાવું છું અને તેણે હોમવર્ક કર્યું હતું. આ શિક્ષિકા સામે સખત એક્શન લેવામાં આવે એ અમારી માંગણી છે. સીસીટીવી જોયા પછી લાગ્યું કે હું જે ટીચરને મારી નાખું આટલો ગુસ્સો આવ્યો હતો. આજ દિન સુધી અમે મારી છોકરીને ક્યારેય હાથ નથી લગાવ્યા અને આ 35 તમાચા મારે છે.

શાળાના ટ્રસ્ટીની સફાઈ: શાળાના ટ્રસ્ટી નેમુભાઈએ જણાવ્યું હતુ કે, શાળાના તમામ શિક્ષકોને અમે અગાઉથી જ કહ્યું છે કે, બાળક સાથે કોઈપણ પ્રકારની હિંસા ન થવી જોઈએ. જોકે પરિવારના સભ્યોએ જ્યારે અમને જણાવ્યું કે આવી ઘટના બની છે. અમે સીસીટીવીની ચકાસણી કરી અને જોયું કે શિક્ષિકા બાળકીને માર મારે છે. તો અમે તરત જ શિક્ષિકા જશોદા ખોખરી પાસેથી રાજીનામું લઈ લીધું છે. છેલ્લા છ વર્ષથી તેઓ આ શાળામાં ભણાવતા હતા.

પોલીસ ફરિયાદ: આ મામલે કાપોદ્રા પોલીસ મથકના PSI એ.એલ.પંડ્યાએ કહ્યું હતું કે, હાલ પ્રાથમિક નિવેદનની કામગીરી ચાલી છે. વાલીઓ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા તંત્રની કાર્યવાહી: ઘટનાની જાણ થતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દિપક દરજી શાળા ખાતે પહોંચી ગયા હતા. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, શાળાને જાણ કરવામાં આવી છે કે રાજીનામું નહીં પરંતુ તેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવે. તેઓએ કહ્યું હતું કે દરેક શાળાને તાકીદ કરવામાં આવે છે કે હોમવર્કને લઈ જે નિયમ છે તે પ્રમાણે બાળકોને હોમવર્ક આપવામાં આવે અથવા તો તેમની સામે પણ એક્શન લેવામાં આવશે.

  1. Teacher Beat Student : ચાંદલોડીયાની શાળામાં શિક્ષિકાએ ફૂલ જેવા વિદ્યાર્થીને હેવાનની જેમ માર્યો, શિક્ષિકા સસ્પેન્ડ..
  2. શિક્ષણના ધામમાં શિક્ષા, પ્રાર્થનામાં મોડું થતાં વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.