ETV Bharat / state

સુરત અગ્નિકાંડના માસૂમોની નીકળી અસ્થિયાત્રા, સુરતીલાલા હિબકે ચડ્યાં

સુરત : દેશભરને હચમચાવી નાખનાર તક્ષશીલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા અને આ બાળકોના મોત માટે માત્ર તંત્ર જવાબદાર છે. પરંતુ આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સુરતની આ બદ કિસમતી જ કહી શકાય કે બાળકોના માતા પિતા આજે પણ ન્યાય માટે ઝાંખી રહ્યા છે.આ માસૂમ બાળકોના માતા પિતાએ આખરે પોતાના બાળકોને ન્યાય અપાવવા માટે અસ્થિયાત્રા કાઢી હતી.

સુરત અગ્નિકાંડના માસૂમોની નીકળી અસ્થિયાત્રા, સુરતીલાલા હિબકે ચડ્યાં
author img

By

Published : Jul 7, 2019, 10:22 PM IST

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આરકેડમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 22 બાળકોના મોત નિપજ્યા હતા, બિલ્ડર અને તંત્રના પાપે માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોઈ વાલીએ પોતાની દીકરી ગુમાવી હતી તો કોઇ એ દિકરો. આ ઘટના બાદ ખુદ રાજ્યના મુખ્યપ્રધાન પણ સુરત ખાતે દોડી આવ્યા હતા અને યોગ્ય તપાસની બાંહેધરી આપી હતી. પરંતુ આજદિન સુધી આ માસુમ બાળકોના વાલીઓ ન્યાય માટે ઝાંખી રહ્યા છે. અનેક આવેદનો, ધરણા, ભૂખ હડતાળ બાદ વાલીઓએ પોતાનું લોહી પણ આપ્યું તેમ છતાં આંખે પાટા બાંધીને બેસેલા તંત્રનું પેટનું પાણી હલતું નથી.

સુરત અગ્નિકાંડના માસૂમોની નીકળી અસ્થિયાત્રા, સુરતીલાલા હિબકે ચડ્યાં

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.

તક્ષશિલાથી નીકળેલી અસ્થિયાત્રાના મૃતકોને સોસાયટી-સોસાયટીએ લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારે હૈયે ગુમાવેલા માસૂમોની ફરી યાદ તાજી થઈ ગઈ હતી અને ફરી આ પ્રકારની દુર્ઘટના ન બને તેવી માંગ સાથે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરતમાં 12 ધારાસભ્ય, એક આરોગ્ય પ્રધાન, બે સાંસદો હોવા છતાં માસુમ બાળકોના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આખરે પોતાના બાળકોને ન્યાય અપાવવા વાલીઓએ પોતાના 22 ભૂલકાઓની અસ્થિયાત્રા કાઢી હતી. આ અસ્થિયાત્રા સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને બાળકોને ન્યાય આપવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરી છે પરંતુ આજદિન સુધી મનપા અને GEBના ઉચ્ચ અધિકારી સામે કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે તંત્રની આવી બેવડી નીતિ સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઘટના બની ત્યારે ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુઃખ વક્ત કર્યું હતું.પરંતુ શું દુઃખ વ્યક્ત કરવાથી બાળકોને ન્યાય મળી ગયો ? કેમ બાળકોના વાલીઓને આ સ્થિતિ સુધી ઉતરવાની ફરજ પડી.આ મામલે યોગ્ય કાર્યવાહી કરી બાળકોના વાલીઓને ન્યાય આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Intro:Body:

સુરત અગ્નિકાંડના માસૂમોની નીકળી અસ્થિયાત્રા, સુરતીલાલા હિબકે ચડ્યાં

સુરત : દેશભરને હચમચાવી નાખનાર તક્ષશીલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા અને આ બાળકોના મોત માટે માત્ર તંત્ર જવાબદાર છે પરંતુ આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સુરતની આ બદ કિસમતી જ કહી શકાય કે બાળકોના માતા પિતા આજે પણ ન્યાય માટે ઝાંખી રહ્યા છે તંત્રની લાજશરમ નેવી મૂકીને બેઠા છે ત્યારે આ માસૂમ બાળકોના માતા પિતાએ આખરે પોતાના બાળકોને ન્યાય અપાવવા માટે અસ્થિ યાત્રા કાઢી હતી. 

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આરકેડમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં 22 બાળકોના મોત નિપજ્યા હતા, બિલ્ડર અને તંત્રના પાપે માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કોઈ વાલીએ પોતાની દીકરી ગુમાવી હતી. આ ઘટના બાદ ખુદ સી.એમ સુરત દોડી આવ્યા હતા અને યોગ્ય તપાસની બાંહેધરી આપી હતી પરંતુ કમનસીબી તો એ છે કે આજદિન સુધી આ માસૂમ બાળકોના વાલીઓ ન્યાય માટે ઝાંખી રહ્યા છે. અનેક આવેદનો, ધરણા, ભૂખ હડતાળ બાદ વાલીઓએ પોતાનું લોહી પણ આપ્યું તેમ છતાં આંખે પાટા બાંધીને બેસેલા તંત્રનું પેટનું પાણી હલતું નથી.

સુરતમાં 12 ધારાસભ્ય, એક આરોગ્ય મંત્રી, બે સાંસદો હોવા છતાં માસૂમ બાળકના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે ત્યારે સમાજના બની બેઠેલા આગેવાનો પણ ચુપકીદી સાંધીને બેઠા છે ત્યારે આખરે પોતાના બાળકોને ન્યાય અપાવવા વાલીઓ પણ લડી લેવાના મૂડમાં છે આજે વાલીઓએ પોતાના 22 ભૂલકાઓની અસ્થિ યાત્રા કાઢી હતી આ અસ્થિ યાત્રા સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને બાળકોને ન્યાય આપવાની માંગ કરી હતી 

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરી છે પરંતુ આજદિન સુધી મનપા અને જી.ઇ.બી.ના ઉચચ અધિકારી સામે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે તંત્રની આવી બેવડી નીતિ સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે... 

આ ઘટના બની ત્યારે ખુદ પી.એમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વક્ત કર્યું હતું પરંતુ શું દુઃખ વ્યક્ત કરવાથી બાળકોને ન્યાય મળી ગયો ? કેમ બાળકોના વાલીઓને આ સ્થિતિ સુધી ઉતરવાની ફરજ પડી

ત્યારે હવે મુખ્યમંત્રીને જો હવે થોડી પણ લાજશરમ બચી હોય તો આ મામલે યોગ્ય કાર્યવાહી કરી બાળકોના વાલીઓને ન્યાય આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.