ETV Bharat / state

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની કરી માગ - વીર નર્મદ યુનિવર્સિટી

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની માંગ કરી હતી. તેમજ સાથે-સાથે 7 જેટલી માગો પણ કરી હતી.

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની  કરી માંગ
ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની કરી માંગ
author img

By

Published : Feb 21, 2021, 12:33 PM IST

  • સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને કરી રજૂઆત
  • ATKTની ડ્રોપ રેશિયો ઘટાડવાની કરી માગ
  • સિન્ડિકેટ સભ્યોએ 7 જેટલી માગો કરી

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં સિન્ડિકેટ સભ્યના મેમ્બર કનુ ભરવાડે કહ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ગ્રેજ્યુએટ 3 વર્ષ અને પોસ્ટગ્રેજ્યુએટ માટે 5 વર્ષનો સમય ગાળો હોય છે. જેના કારણે ATKT લાવનારા વિદ્યાર્થીઓ વારંવાર પરીક્ષા આપીને તેઓની ATKT આવતી હોય છે અને ફરી અભ્યાસ કરવો પડે છે. આનાથી અમુક વાર એવું પણ બને છે કે, વિદ્યાર્થી અભ્યાસ કરવાનું છોડી દે છે. જેથી સિન્ડિકેટ સભ્યોને ATKTની ડ્રોપ રેશિયો ઘટાડવાની માગ કરી છે.

ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત 19માં ક્રમે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત ભારત દેશમાં ડ્રોપ આઉટ રેશિયોમાં 19માં ક્રમે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો 12.6 ટકા અને શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેર વિસ્તારોમાં 13.8 ટકા છે. વધુમાં સિન્ડિકેટ સભ્યોએ કહ્યું કે, આ સર્વે કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કચેરીના સર્વે પરથી જાણવા મળ્યું છે. જેથી તમે આ રેશિયો ઝડપથી ઘટાવો તેવી અમારી માગ છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોએ વિદ્યાર્થીઓને અનુકૂળ હોય એવી 7 જેટલી માગો કરવામાં આવી હતી.

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ રાજ્યની મહત્તમ યુનિવર્સિટી સાથે 80 ટકા જેટલો મોટો હોવો જોઈએ
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં છોકરાઓ અને છોકરીઓ માટે NCC યુનિટ હોવું જોઈએ
  • સિન્ડિકેટ અને સેનેટ સહીતની બેઠકના એજન્ડા અને મિનિટ્સ ઓનલાઇન મૂકવો જોઈએ
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 26 ફેબ્રુઆરીએ યોજાતા પદવીદાન સમારંભની તારીખમાં ફેરફાર કરવામાં આવે
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તમામ ખાનગી ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવે તેવી પણ માગ કરી છે
  • સેનેટનું ઇલેક્શન ઓનલાઇન પદ્ધતિથી કરવાની પણ માગ કરાઈ છે
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કોલેજોમાં GSની ચૂંટણી જનરલ સિસ્ટમથી થવી જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.