ETV Bharat / state

ઓલપાડ તાલુકામાં વાવઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું

તૌકતે વાવાઝોડાંના કારણે થયેલા નુકસાન સંદર્ભે ઓલપાડ તાલુકામાં પાંચ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકામાં 4200 હેકટર ડાંગરના પાકને નુકસાનીનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે.

ઓલપાડ તાલુકામાં વાવઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શરૂ

author img

By

Published : May 21, 2021, 8:00 PM IST

  • તૌકતે વાવઝોડાના કારણે થયેલા નુકસાન સંદર્ભે ઓલપાડ તાલુકામાં સર્વે શરૂ
  • તાલુકામાં પાંચ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
  • તાલુકામાં 4200 હેકટર ડાંગરના પાકને નુકસાની થયાનો પ્રાથમિક અંદાજ

સુરતઃ ગુજરાતમાં ‘તૌકતે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારોમાં પણ ડાંગર, શાકભાજી, કેળ, આંબા જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી, બાગાયત વિભાગની ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે પવનના સુસવાટા સાથે ભારે વરસાદના કારણે સૌથી વધુ કૃષિ ક્ષેત્રને ત્યારબાદ ઉર્જા વિભાગના ઇલેક્ટ્રિકના ફિડરો, થાંભલાઓને પણ નુકસાન થયું છે. વાવાઝોડાંએ ડાંગર, કેળ, કેરીના પાકને સૌથી વધારે હાનિ પહોંચાડી છે,

તૌકતે વાવઝોડાના કારણે થયેલા નુકસાન સંદર્ભે ઓલપાડ તાલુકામાં સર્વે શરૂ

આ પણ વાંચોઃ માળિયા તાલુકાના કાત્રાસા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માગ

ખેડૂતોને થયુ નુકસાન

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મદદનીશ ખેતી નિયામક(એગ્રો) ચિંતન દેસાઈએ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના ડાંગર, શાકભાજી, મગ, તલ, આંબા, કેળ જેવા પાકો પકવતા ખેડુતોને નુકસાન થયું છે. જેના સર્વે માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. જે મુજબ એક ટીમમાં નોડલ અધિકારી તરીકે મદદનીશ ખેતી નિયામક, બાગાયત ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી (ખેતી), 28 ગ્રામ સેવક સાથે મળીને નુકસાન થયેલા ખેતરોમાં જઈ સર્વે કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ

ઓલપાડ તાલુકામાં 6458 હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું

ઓલપાડ તાલુકામાં 6458 હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી વાવાઝોડાના કારણે 4200 હેકટર ડાંગરને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. જયારે આંબામાં 270 હેકટર, કેળામાં 60થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકસાની થયાનો અંદાજ છે. આ ઉપરાંત મગ, મકાઈમાં નુકસાન થયું છે. હાલ તાલુકામાં પાંચ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સરકારના ધારા ધોરણો મુજબ ખેડુતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. ઓલપાડના કમરોલી ગામના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, તેમના 6 એકરમાં વાવેલો ડાંગરનો પાક તૈયાર હતો. ટૂંક સમયમાં જ પાકની લણણી કરવાની હતી પરંતુ વાવાઝોડાના કારણે વરસાદથી ડાંગરનો પાક નષ્ટ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.