સુરત જિલ્લામાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે જાહેરમાં ફાયરિંગ થતાં દોડધામ મચી છે. અહીં પલસાણા તાલુકાના બગુમરા ગામ નજીક 2 અજાણ્યા શખ્સ બાઈક પર આવ્યા હતા. તે દરમિયાન તેમણે અન્ય 2 યુવકોને રોકી તેમની પાસે મોબાઈલ માગ્યો હતો. જોકે, ફોન આપવાની ના પાડતા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી યુવક પાસેથી રોકડ 3,000 રૂપિયા અને મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. તો અત્યારે ઈજાગ્રસ્ત (Surat Youth injured in Firing) યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ (Surat New Civil Hospital) કરવામાં આવ્યો છે.
2 શખ્સોએ કર્યું ફાયરિંગ પલસાણા તાલુકાના બગુમરા ગામ (Open Firing in Bagumara Village Palsana) પાસે મોબાઈલ સ્નેચિંગ માટે (Robbery in Surat) આવેલા 2 શખ્સોએ એક યુવક પર ફાયરિંગ (Surat Youth injured in Firing) કર્યું હતું. જ્યારે હાથમાં ગોળી વાગતાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રસ્તામાં રોકી મોબાઈલ અને રોકડની માગ કરી આ અંગે મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના હલધરું ગામમાં (Open Firing in Bagumara Village Palsana) રહેતો વિનોદ શંકર રાઠોડ કેજરીવાલ મિલમાં કાપડ ફોલ્ડિંગનું કામ કરે છે. મંગળવારે રાત્રે તે તેના મિત્ર અમિત સાથે મોટરસાઇકલ પર ફરવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પૂરાવી પરત ફરી રહ્યો હતો. તે સમયે એક મોટરસાઈકલ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમને રોકી મોબાઈલ અને રોકડાની માગ (Surat Youth injured in Firing) કરી હતી. વિનોદે આપવાની ન પાડતા બંને ઉશ્કેરાયા હતા.
આ પણ વાંચો 31st પોલીસ ખુણે ખુણે કરશે ટેસ્ટીંગ, નશો કર્યો હશે તો 5 મિનિટમાં ખાખી દેશે પરિણામ
યુવક નવી સિવિલમાં દાખલ વધુ સારવાર માટે યુવકને સુરત ખસેડાયો હાથમાં ગોળી (Surat Youth injured in Firing) વાગતાં યુવકને પહેલા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ (Bardoli Sardar Memorial Hospital) જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital) દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે કેસ નોંધવાની તૈયારીઓ શરૂ કરી હતી.